મહેસાણા : ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મુક્યા, હાથમાં ક્વૉરન્ટાઇનના સીલ સાથે બે યુવકો ગુરગાંવ પહોંચ્યા

મહેસાણા : ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મુક્યા, હાથમાં ક્વૉરન્ટાઇનના સીલ સાથે બે યુવકો ગુરગાંવ પહોંચ્યા
પ્રતિકાત્મક તસવીર

મહેસાણા જિલ્લામાં રહેતા બિહારના કુર્થાના સંતોષ તથા શેખપુરાના રણજિત ડ્રાઇવરનું કામ કરતા હતાં.

 • Share this:
  મહેસાણા : હાલ કોરોના વાયરસનાં (coronavirus) કારણે આખા દેશમાં લૉકડાઉન (lockdown) છે. ગુજરાતમાં (Gujarat) પણ ચુસ્ત બંદોબસ્ત છે. ત્યારે મહેસાણા જિલ્લાનાં બે ડ્રાઇવર કે જેમના હાથમાં ક્વૉરન્ટાઇનનું સીલ  (Quarantine seal) હતું તેઓ લિફ્ટ લઇને ટ્રકમાં ગુરગાંવ સુધી પહોંચી ગયા હતાં. ગામના સરપંચે પોલીસને જાણ કરાતા હાલ બંન્નેને ઝડપી લેવામાં આવ્યાં છે.

  આ મામલે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં રહેતા બિહારના કુર્થાના સંતોષ તથા શેખપુરાના રણજિત ડ્રાઇવરનું કામ કરતા હતાં. લૉકડાઉન પછી તેમના માલિકે તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. જેથી તેઓ શાકભાજીની ટ્રકમાં લિફ્ટ લઇને પહેલા તેઓ રાજસ્થાન અને તે બાદ ગુરગાંવ પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ 20 કિમી ચાલીને ઢોરકા ગામમાં મિત્રનાં ઘરે ગયા હતાં. આ બંન્નેના હાથમાં ક્વૉરન્ટાઇનનાં સીલ લગાવેલા હતાં. જેથી ગામનાં સરપંચે આ અંગેની પોલીસને જાણ કરી હતી. જે બાદ આ બંન્ને આરોગ્ય વિભાગની ટીમને સોંપી દેવાયા હતાં.  આ પણ વાંચો : કોરોનાનો હાહાકાર : અમદાવાદનાં 14 વિસ્તાર ક્લસ્ટર ક્વૉરન્ટાઇન, કોટ વિસ્તાર બફર ઝોન જાહેર

  રાજકોટમાંથી પણ એક દર્દી ભાગી ગયો હતો

  રાજકોટમાંથી પણ એક દર્દી ભાગી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. હૉસ્પિટલેથી ચાલ્યા ગયેલા અને જેને શોધવા રાત્રિના આરોગ્ય તંત્રે ભારે દોડધામ કરવી પડી હતી, તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના 41 વર્ષના અલ્તાફ પટણી નામના મુસ્લિમ યુવાનના સેમ્પલ લઈને ટેસ્ટ કરાવાતા તેને કોરોના પોઝીટીવ હોવાનું ખુલતા ભારે દોડધામ મચી હતી. આ યુવાન અનેકને મળ્યાની ભીતિ છે અને તેમાં રાજકોટના પૂર્વ મેયર અને તબીબને ત્યાં પણ જતા તેઓ પણ હોમ ક્વોરન્ટાઈન થયા છે. જ્યારે કારખાનામાં મજૂરી કરતા આ યુવાનના પરિવારજનો વગેરે સાત વ્યક્તિને ક્વૉરન્ટાઈન કરાયા છે. સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યાનું તારણ છે.

  આ પણ જુઓ : 

   
  Published by:News18 Gujarati
  First published:April 08, 2020, 08:49 am

  ટૉપ ન્યૂઝ