મહેસાણા : મહેસાણા પોલીસ કર્મચારી તેમજ ટિકટોક સ્ટાર અલ્પિતા ચૌધરીએ કોરોનાને મ્હાત આપી છે. રવિવારે મહેસાણા (Mahesana District Coronavirus Cases)માં એક સાથે 21 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી હતી. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા જ અલ્પિતા ચૌધરી (Alpita Chaudhary)એ પોતાનો વીડિયો જાહેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે ટિકટોક વીડિયોને કારણે અલ્પિતાને પોલીસ (Mahesana Police)માંથી સ્પેન્ડ કરવામાં આવી છે. અલ્પિતા ચૌધરી ટિકટોક વીડિયોને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. અલ્પિતાની વડનગર સિવિલ હૉસ્પિટલ (Vadnagar Civil Hospital) ખાતે સારવાર ચાલી રહી હતી.
વીડિયો જાહેર કરી ખુશી વ્યક્ત કરી
અલ્પિતાએ વીડિયો જાહેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે "મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 10 દિવસ પછી મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હું ઘરે જઈ રહી છું. ઘરે જતાં પહેલા બધા લોકોને એક વાત કહેવા માંગું છું કે વડનગર સિવિલના ડૉક્ટરોએ અમને જે સારવાર આપી છે તે ખૂબ સારી છે. અહીં અમને ઘર જેવું જ જમવાનું મળતું હતું. હૉસ્પિટલે અમને કોઈ જ તકલીફ પડવા દીધી નથી. અહીં કામ કરતા ડૉક્ટર્સ સહિત તમામ સ્ટાફનો હું દિલથી આભાર માનું છું. જય હિન્દ."
આ પણ વાંચો : અરવલ્લીના 9 વર્ષના કોરોના પોઝિટિવ બાળકની હિંમતને સલામ, પરિવારમાં 20 સભ્યો
મહેસાણામાં કોરોનાની સ્થિતિ
મહેસાણા જિલ્લાની કોરોનાની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી કુલ 50 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે.
રાતોરાત સ્ટાર બની ગઈ હતી અલ્પિતા
અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેણી રાતોરાત સ્ટાર બની ગઈ છે. તેણે પોલીસ સ્ટેશનમાં બેસીને ટિકટોક વીડિયો બનાવ્યા હતા. આ માટે તેણીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. વર્ષ 2016માં આરએલડીમાં ભરતી થયેલી અર્પિતા ચૌધરીને 2018માં મહેસાણામાં પોસ્ટિંગ મળી હતી. અલ્પિતા સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા બાદ તેને અનેક ઓફરો મળી હતી. જે બાદમાં તેણી અનેક આલ્બમ અને ગીતમાં પણ નજરે પડી હતી.
Published by:News18 Gujarati
First published:May 11, 2020, 11:01 am