મહેસાણા : એકતરફી પ્રેમમાં પાગલ યુવાને શાળાએ જતી કિશોરીને ઉઠાવી પાર્કમાં દુષ્કર્મ આચર્યુ

News18 Gujarati
Updated: December 6, 2019, 10:26 AM IST
મહેસાણા : એકતરફી પ્રેમમાં પાગલ યુવાને શાળાએ જતી કિશોરીને ઉઠાવી પાર્કમાં દુષ્કર્મ આચર્યુ
પ્રતિકાત્મક તસવીર

ઘટનાના 13 દિવસ બાદ મહેસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. 15 વર્ષની કિશોરી પર તિરૂપતિ નેચરલ પાર્કમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું

  • Share this:
મહેસાણા : હૈદારબાદ ગેંગ રેપના ચારેય આરોપીઓના એન્કાઉન્ટમાં ઠાર મરાવાની ઘટના વચ્ચે રાજ્યમાં (Gujarat) ફરી એક વાર દુષ્કર્મ (Rape)ની ઘટના સામે આવી છે. મહેસાણામાં શાળાએ જઈ રહેલી 15 વર્ષની કિશોરીને (Girl) એક તરફી પ્રેમમાં પાગલ યુવકે બળજબરીપૂર્ક રીક્ષામાં બેસાડી અને વિસનગરના તિરૂપતિ નેચરલ પાર્કમાં ( Tirupati Natural park) લઈ જઈ દુષ્કર્મ (Rape) આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. શાળાએ જવાનો ઇન્કાર કરતી કિશોરીને જ્યારે તેની માતાએ સમગ્ર હકીકત પૂછી ત્યારે સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી.

બનાવની વિગત એવી છે કે ગત 22 નવેમ્બરે બપોરે ઘરેથી 11.45 વાગ્યે રીક્ષામા શાળાએ પહોચી ત્યારે બહાર ઉભેલા દેલાવસાહતના અજય દેવીપુજકે તેને બળજબરી પૂર્વક અટકાવી ધમકીઓ આપીને રીક્ષામા માનવઆશ્રમ ચોકડી લઇ ગયો હતો. અજય તેને બસમા બેસાડીને વિસનગર તિરૂપતિ નેચરલ પાર્ક લઇ ગયો હતો અને ત્યાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

'તુ મને મળવા આવ નહીં તો મરી જઈશ'

એક મહિના અગાઉ અજયે કિશોરીને ચીઠ્ઠી મોકલી હતી.જેમા હું તને પ્રેમ કરૂ છુ.તુ મને મળવા આવ નહી તો હું મરી જઇશ તેવુ લખેલ હોઇ કિશોરી ડરી ગઇ હતી અને તેમના મહોલ્લાની પાછળ અજયને મળવા ગયેલી અને અનેક વખત બ્લેક મેઈલ કરતો હતો.આ પણ વાંચો : બિનસચિવાલય પરીક્ષા આંદોલન : પરેશ ધાનાણીએ કહ્યું, 'અમે બિનરાજકીય લડાઈ લડીશુ'

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના ચારેય આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

તેલંગાનાના પાટનગર હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને બાદમાં જીવતી સળગાવીને હત્યા કરવાના મામલામાં ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દુષ્કર્મ અને હત્યાના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. નોંધનીય છે કે, પોલીસે જધન્ય ઘટનાના 48 કલાકની અંદર જ ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
First published: December 6, 2019, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading