મહેસાણા ડેરીએ વધાર્યો સાગરદાણનો ભાવ, પશુપાલકોની ચિંતામાં વધારો

News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
મહેસાણા ડેરીએ વધાર્યો સાગરદાણનો ભાવ, પશુપાલકોની ચિંતામાં વધારો

  • Share this:
મહેસાણા દૂધ સાગર ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોને વધુ એક ફટકો આપવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકોને દુષ્કાળના વર્ષમાં વધુ એક ઉપાધીનો સામનો કરવો પડશે, કારણ કે મહેસાણા ડેરીએ સાગરદાણના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. સાગરદાણના ભાવ રૂપિયા ૧૧૦૦થી વધારી ૧૧૫૦ કરાયો છે, જ્યારે દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં રૂપિયા પચ્ચીસનો વધારો ટૂંક સમય પહેલા કર્યો હતો.

સાગરદાણમાં એકાએક ભાવ વધારો ઝીંકાતા પાટણ જિલ્લાના પશુપાલકો પર આફતના વાદળો છવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થતિ ઉત્પન્ન થવા પામી હતી, તો એક માત્ર સહારો પશુપાલનનો છે, કારણ કે ખેતીમાં તો કોઇ ઉપજ થતી નથી, પરંતુ હેવે સાગરદાણના ભાવમાં વધારો થતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવે તેવી સ્થિત સર્જાઇ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ પહેલીવાર આ ગામમાં ઉતર્યું હેલીકોપ્ટર, મજૂરની દીકરીની થઈ વિદાય

એક તરફ દૂધના ફેટમાં સતત ભાવમાં ઘટાડો અને બીજી તરફ પશુઓને આપવામાં આવતા આહારોમાં થતો ભાવ વધારો અત્યારે પાટણ જિલ્લાના પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકોને મુસીબતોમાં મૂકી રહ્યો છે.
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...