અમદાવાદઃભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે નિકળી જળયાત્રા, ભગવાન 15 દિવસ રહેશે મોશાળમાં

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 9, 2017, 5:19 PM IST
અમદાવાદઃભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે નિકળી જળયાત્રા, ભગવાન 15 દિવસ રહેશે મોશાળમાં
અમદાવાદ શહેરમાં આવતી અષાઢી બીજે 140મી રથયાત્રા પૂર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ શુક્રવારે ભગવાન જગન્નાથની જળયાત્રા કાઢવામાં આવી હતી.જળયાત્રામાં સંતો મહંતો અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ,મેયર ગૌતમ શાહ પણ જોડાયા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 9, 2017, 5:19 PM IST
અમદાવાદ શહેરમાં આવતી અષાઢી બીજે 140મી રથયાત્રા પૂર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ શુક્રવારે ભગવાન જગન્નાથની જળયાત્રા કાઢવામાં આવી હતી.જળયાત્રામાં સંતો મહંતો અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ,મેયર ગૌતમ શાહ પણ જોડાયા હતા.

jal yatra1

સવારે 8 કલાકે જગન્નાથ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ 8.30 કલાકે ગંગાપૂજન વિધિ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 108 કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. આ જળથી ભગવાનનો મહાજલાભિષેક સવારે 10 કલાકે કરાયા બાદ 11 કલાકે ગજવેશ દર્શન ત્યાર બાદ મહાપ્રસાદ અપાયો હતો. બાદમાં ભગવાન જગન્નાથ મૌસાળ ગયા છે.જેથી આજથી 15 દિવસ ભગવાન મોસાળ સરસપુરમાં રહેશે.
First published: June 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर