મહેસાણાઃમહેસાણામાં શુક્રવારે SPG કોર કમિટી બેઠક મળી હતી. જેમાં લાલજી પટેલના રાજીનામાં પર અને મહિલા સંમેલનમાં લાલજીના અપમાન પર ચર્ચા થઇ હતી. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના spg કન્વિનરો ઉપસ્થિત રહયા હતા. ત્યારે આ બેઠકમાં લાલજીએ હુંકાર કર્યો હતો.કે કોઈ લુખ્ખો બનશે તો હું સોંથી મોટો લુખ્ખો બનીસ અને હવે હું લાલજી પટેલમાંથી જૂનો લાલજી બનીને બતાવીસ.
મહિલા સંમેલનમાં લાલજી પટેલ સાથે ગેરવર્તન બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. જો કે ગઇકાલે તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ રાજીનામું પરત ખેચી લીધુ છે અને એસપીજીના અધ્યક્ષ તરીકે ચાલુ રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: એસપીજી અધ્યક્ષ, ગુજરાત, પાટીદાર આંદોલન, લાલજી પટેલ