Home /News /north-gujarat /

સુતા હોય તો જાગો, સતયુગને લાવવાનો સમય આવી ગયો છેઃક્ષત્રિય અગ્રણી ભગવાનસિંહજી

સુતા હોય તો જાગો, સતયુગને લાવવાનો સમય આવી ગયો છેઃક્ષત્રિય અગ્રણી ભગવાનસિંહજી

મહેસાણાઃમહેસાણામાં બુધવારે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં રાજસ્થાનથી ઉપસ્થિત રહેલા ભગવાનસિંહજીએ સંબોધનમાં રાજપૂતોમાં સંસ્કારો અને ઇતિહાસ અંગે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, ક્ષત્રિયો અન્યાય સાથે ક્યારેય રહેલા નથી અન્યાય સહન પણ કરતા નથી.વધુમાં કહ્યુ હતું કે આજકાલ આસપાસના વાતાવરણની અસર સમાજ પર પડી છે. પરંતુ આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે. તમે ગમે તેવા વાતાવરણ કે લોકો વચ્ચે રહેતા હોય પરંતુ એ યાદ રાખો કે હું રાજપૂત છું. રાજપૂત ક્યારેય બેઇમાની કરતો નથી.

મહેસાણાઃમહેસાણામાં બુધવારે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં રાજસ્થાનથી ઉપસ્થિત રહેલા ભગવાનસિંહજીએ સંબોધનમાં રાજપૂતોમાં સંસ્કારો અને ઇતિહાસ અંગે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, ક્ષત્રિયો અન્યાય સાથે ક્યારેય રહેલા નથી અન્યાય સહન પણ કરતા નથી.વધુમાં કહ્યુ હતું કે આજકાલ આસપાસના વાતાવરણની અસર સમાજ પર પડી છે. પરંતુ આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે. તમે ગમે તેવા વાતાવરણ કે લોકો વચ્ચે રહેતા હોય પરંતુ એ યાદ રાખો કે હું રાજપૂત છું. રાજપૂત ક્યારેય બેઇમાની કરતો નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
મહેસાણાઃમહેસાણામાં બુધવારે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં રાજસ્થાનથી ઉપસ્થિત રહેલા ભગવાનસિંહજીએ સંબોધનમાં રાજપૂતોમાં સંસ્કારો અને ઇતિહાસ અંગે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, ક્ષત્રિયો અન્યાય સાથે ક્યારેય રહેલા નથી અન્યાય સહન પણ કરતા નથી.
વધુમાં કહ્યુ હતું કે આજકાલ આસપાસના વાતાવરણની અસર સમાજ પર પડી છે. પરંતુ આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો છે. તમે ગમે તેવા વાતાવરણ કે લોકો વચ્ચે રહેતા હોય પરંતુ એ યાદ રાખો કે હું રાજપૂત છું. રાજપૂત ક્યારેય બેઇમાની કરતો નથી.

bhagvansihji02
તેમણે ઉદાહરણ ટાકતા કહ્યું હતું કે, મારી સાથે જ વેપાર કરતો વેપારી મારાથી આગળ નીકળી ગયો હતો અને તેણે જ્યારે મે પુછ્યુ કે તુ આટલો બધો ધનવાન ટુક સમયમાં કેવી રીતે થઇ ગયો. પહેલા તો મારી પાસેથી કેબલ લઇ જઇ તું વેપાર કરતો હતો ત્યારે તેણે જણાવ્યું કે હું તો 100મીટરનું બીલ બનાવી 90 મીટર જ કેબલ આપું છું. તમે આવું કરી શકશો. ત્યારે ભગવાનસિંહજીએ કહ્યું હતું કે, મારા લોહીમાં બેઇમાની નથી. મારે ખોટો રૂપિયો નથી કમાવો પણ હું ક્ષત્રિય કુળમાં જન્મો છું હું ક્યારેય બેઇમાની ન કરી શકું. તેમણે કહ્યું હતું કે, ધંધાનો ઉદ્દેશ સુખ પામવાનો હોય છે, પણ દુઃખ થાય તેવો ધંધો ન કરવો જોઇએ. તેનાથી શું ફાયદો.
ભગવાનસિંહજીએ નવયુવકોને હાકલ કરતા કહ્યું હતું કે, રાજપૂતોએ પોતાના ઇતિહાસ, ચરિત્રને યાદ રાખવો પડશે. પહેલા પોતાએ શ્રેષ્ઠ બનવું પડશે. દુનિયાને ક્ષત્રીયોએ શ્રેષ્ઠતાનો રસ્તો બતાવ્યો છે. જે માટે જરૂર પડ્યે શામ,દામ,દંડ અને ભેદથી કામ લેવામાં પણ ખચકાવવું ન જોઇએ.
વધુમાં ભગવાનસિંહજીએ કહ્યું હતું કે, ક્ષત્રિયો માત્ર એક ભીડનો હિસ્સો નથી. અત્યારે લોકો જે માર્ગે ચાલે છે તે માર્ગે ક્ષત્રિયો ચાલી પોતાનું ઉદ્દેશ ભટક્યા છે.
જ્યારે રાજપૂતાણીઓને પણ હાકલ કરતા કહ્યું હતું કે, આપણે અખબાર, નણંદ-સાસુના ઝઘડા ટીવી પર જોઇને આપણે ડગમગવા લાગ્યા છીએ જે યોગ્ય નથી. આપણે આપણા સંસ્કારો ન ભુલવા જોઇએ. બાળકને નાનપણથી જ સંસ્કારોનું સિંચન કરવું જોઇએ.રાજપુતોમાં સંસ્કાર જળવાવવા જોઇએ. દરેક રાજપુતાણીએ જાસીની રાણી બની બાળકમાં સંસ્કારનું સિંચન કરવું જોઇએ. રાજપૂત સૌનો રક્ષક અને પાલનહાર કહેવાય છે. ક્ષત્રિય પડોશીને પણ સુધારી સૌનું ધ્યાન રાખી સાથે લઇને ચાલે છે.
ભગવાનસિંહજીએ વધુમાં આહવાન કરતા કહ્યું હતું કે, સુતા હોય તો જાગો, સતયુગને લાવવાનો સમય આવી ગયો છે.કળયુગનો નાસ કરવા ક્ષત્રિયોએ આગળ આવવું પડશે. સંસારનો નારો છે. જીવો અને જીવવા દો ત્યારે ક્ષત્રિયોનો નારો છે ખુદ મર કે સંસાર કો જીને દો.
સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય મહાસભાના પ્રમુખ કરણસિંહ ચાવડા, ક્ષત્રિય યુવક સંઘના ગુજરાતના અગ્રણી દિગ્વીજયસિંહ જાડેજા(પલવાડા), વિજયસિંહ ચાવડા(મહેસાણા), દિલિપસિંહ જાડેજા(મહેસાણા) ચંદનસિંહ રાજપૂત, સમાજના અગ્રણી કરણસિંહ ચાવડા સહિત હાજર રહ્યા હતા.

લાલજી પટેલે માગ્યુ અનામત આંદોલનમાં સમર્થન
ત્યારબાદ સંમેલનમાં પહોચેલા એસપીજીના લાલજી પટેલે ભગવાનસિંહજી સાથે મુલાકાત કરીને અનામત આંદોલનમાં સમર્થનની માંગ કરી હતી. મુલાકાતના કારણ અંગે લાલજી પટેલે કહ્યું હતું કે, પાટીદારોની જેમ દરેક શ્રવણ સમાજના ગરીબોને અનામતનો લાભ મળવો જોઇએ. ક્ષત્રિયો પાટીદારો એક થઇને લડીને અનામત લઇશું. જે માટે અમે ક્ષત્રિય રાજપૂત સમાજનું સમર્થન ઇચ્છીએ છીએ.
First published:

Tags: મહેસાણા, લાલજી પટેલ

આગામી સમાચાર