નીતિન પટેલના ચાલુ ભાષણે ગરમી થી ત્રસ્ત લોકો ચાલી નીકળ્યા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 17, 2017, 11:52 AM IST
નીતિન પટેલના ચાલુ ભાષણે ગરમી થી ત્રસ્ત લોકો ચાલી નીકળ્યા
મહેસાણા અને ગાંધીનગર જીલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં છતીસ ગઢ ના કેટલાક ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. ખેડૂત સહાયના ચેક વિતરણ અને અન્ય સેવાઓના લોકાર્પણ કરાયા હતા ત્યારે બીજી તરફ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ નીતિન પટેલના ચાલુ ભાષણે ચાલતી પકડતા ખુરશીઓ ખાલી થવા માડી હતી. જેને લઇ કાર્યક્રમ ઝડપથી પુરો કરવો પડ્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 17, 2017, 11:52 AM IST
મહેસાણા અને ગાંધીનગર જીલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં છતીસ ગઢ ના કેટલાક ખેડૂતોએ પણ ભાગ લીધો હતો. ખેડૂત સહાયના ચેક વિતરણ અને અન્ય સેવાઓના લોકાર્પણ કરાયા હતા ત્યારે બીજી તરફ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ નીતિન પટેલના ચાલુ ભાષણે ચાલતી પકડતા ખુરશીઓ ખાલી થવા માડી હતી. જેને લઇ કાર્યક્રમ ઝડપથી પુરો કરવો પડ્યો હતો.

meh krusi1

મહેસાણામાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંગળવાર ના.મુખ્ય મંત્રી ની ઉપસ્થિતિમાં ગાંધીનગર અને મહેસાણા બંને જીલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં ના.મુખ્ય મંત્રી નીતિન પટેલ, મંત્રી દિલીપ ઠાકોર , સહીત મંત્રીઓએ હાજરી આપી ખેડૂત લક્ષી સરકારની યોજનાઓ અને સૂચનો પુરા પડ્યા હતા. આ પ્રસંગે ખાસ હાજરી આપવા છતીસ ગઢ થી આવેલા ખેડૂતોએ ગુજરાતની ખેત પદ્ધતિને વખાણી ઓછા પાણીમાં પણ સારી ખેતી કેવી રીતે શક્ય બને તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

મહેસાણા જિલ્લાને અપાયો બેટી બચાવોમાં કુશળ કામગીરીનો એવોર્ડ

આજ રોજ મહેસાણા જિલ્લાને બેટી બચાવો અને બેટી પઢાવો અંતર્ગત કુશળ કામગીરી માટે મેડલ અને એવોર્ડ આપવામાં આવ્યો હતો જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા મહેસાણા વહીવટી તંત્ર અને મંત્રીઓએ આજે સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા અને પુરુષ જન્મદર સામે સ્ત્રીઓની સંખ્યા જાળવવા સફળ પ્રયત્નો ગણાવ્યા છે.  જયારે ગુજરાતની સામાજિક અને આર્થિક સ્થિતિ અને ખેડૂતોની દયનીય સ્થિતિણે લઇ કોંગ્રેસ પર પ્રહાર કરતા નરેન્દ્ર મોદીની સરકારના વખાણ કર્યા હતા.

અમે તમને સગવડ આપી, ઋણ ચૂકવજોઃનીતિન પટેલ
નિતીન પટેલે રાજ્યમાં જ્યારથી ભાજપ સત્તા આવી ત્યારથી અત્યાર સુધીની તમામ યોજનાઓ અને કામગીરી વિશે આંકડાકીય માહિતી આપી હતી. છેલ્લે ખરો સમય બાકી છે, જો જો પાણીમાં બેસી ન જતાં ખરૂ ઋણ ચુકવવાનું બાકી છે એવુ નિતીન પટેલ ખેડૂતોને સંબોધીને બોલ્યા હતા.

First published: May 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर