મહેસાણા સિવિલથી નીકળી કેતનની અંતિમયાત્રા,હજારો પાટીદારો જોડાયા,બાયપાસ પર ચક્કાજામ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 18, 2017, 11:43 AM IST
મહેસાણા સિવિલથી નીકળી કેતનની અંતિમયાત્રા,હજારો પાટીદારો જોડાયા,બાયપાસ પર ચક્કાજામ
બલોલના કેતન પટેલનું કસ્ટોડિયલ ડેથ બાદ આખરે પોલીસ ફરિયાદ અને તટસ્થ તપાસ થશે તેવી આશાએ આજે 12 દિવસ બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે અને રવિવારે સવારે 10 કલાકે કેતન પટેલની મહેસાણા સિવિલ હોસ્પિટલથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં હજારો પાટીદારો જોડાયા હતા.કેતન પટેલને ફૂલો ચઢાવીને શ્રંદ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. સણગારેલા ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 18, 2017, 11:43 AM IST
બલોલના કેતન પટેલનું કસ્ટોડિયલ ડેથ બાદ આખરે પોલીસ ફરિયાદ અને તટસ્થ તપાસ થશે તેવી આશાએ આજે 12 દિવસ બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે અને રવિવારે સવારે 10 કલાકે કેતન પટેલની મહેસાણા સિવિલ હોસ્પિટલથી અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં હજારો પાટીદારો જોડાયા હતા.કેતન પટેલને ફૂલો ચઢાવીને શ્રંદ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. સણગારેલા ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી હતી.

ketal sab

ટોળાએ અંતિમયાત્રા અહીથી પસાર ન થાય ત્યા સુધી મહેસાણા -રાધનપુર હાઇવે પર વાહનો રોકી અને બંધ કરી દીધો હતો. અંતિમ યાત્રા પસાર થયા બાદ ફરી બાયપાસ ચાલુ કરાયો હતો. મહેસાણાની રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે થઇને કેતનની અંતિમયાત્રા નુગર બાયપાસથી મીઠા-સામેત્રા થઇને બલોલ પહોંચશે. જ્યા આજે તેના અંતિમ સંસ્કાર કરાશે.

નોધનીય છે કે, સ્વ. કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલની ગઇકાલે અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. તેમની નાજુક તબિયતના કારણે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો.
First published: June 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर