સરકાર અને પોલીસ એક થઇને પાટીદાર પર દમન કરી રહી છેઃભરતસિંહ સોલંકી

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 11, 2017, 7:37 PM IST
સરકાર અને પોલીસ એક થઇને પાટીદાર પર દમન કરી રહી છેઃભરતસિંહ સોલંકી
મહેસાણામાં પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડિયલ મોત મામલે ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. રવિવારે ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે કોગ્રેસના દિગ્ગજ નેતાઓની એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠક બાદ કોગ્રેસના તમામ નેતાઓ રાજભવન જઇને રાજયપાલને આવેદનપત્ર આપીને કેતન પટેલ કેસ મામલે સરકાર સીબીઆઇને તપાસ સોપવામાં આવે .
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 11, 2017, 7:37 PM IST

મહેસાણામાં પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડિયલ મોત મામલે ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. રવિવારે ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે કોગ્રેસના દિગ્ગજ નેતાઓની એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠક બાદ કોગ્રેસના તમામ નેતાઓ રાજભવન જઇને રાજયપાલને આવેદનપત્ર આપીને કેતન પટેલ કેસ મામલે સરકાર સીબીઆઇને તપાસ સોપવામાં આવે .

તો બીજી તરફ ભરત સિહે પણ મિડિયા સમક્ષ પ્રતિકિયા આપતા જણાવ્યુ હતુ કે સરકાર અને પોલીસ એક થઇને પાટીદાર પર દમન કરી રહી છે. તથા કેતન પટેલ ની મોત પણ પોલીસ ધ્વારા કરવામાં આવી છે. તેમ છતાય સરકાર સમગ્ર મામલેને દબાવીને ગુનેગાર પોલીસોને છાવરી રહી છે. મહેસાણા સિવિલમાં કેતનનુ પહેલા પોસ્ટ મોર્ટ કરવામાં આવ્યુ હતુ તેમાં  રિપોર્ટમાં કેટલીક હકીક્ત છુપાવાનો પ્રયાસ સરકાર ધ્વારા કરવામાં આવ્યો છે. પરતુ પરિવાર ધ્વારા બીજી વખત પોસ્ટમોર્ટ કરાવવાની માગ કરી અને બીજા પોસ્ટમોર્ટ રિપોર્ટમાં ધણીખરી હકીક્ત  સામે આવી છે.

શંકરસિહ વાધેલાએ પણ કેતન પટેલ અપમૃત્યુને અમાનવીય કૃત્ય ગણાવીને સરકાર પર પ્રહાર કર્યા હતા. તથા બાપુ વધુમાં જણાવ્યુ હતુ કે તેઓ આજે કેતન પટેલના પરિવારના સભ્યોને મળવા માટે  મહેસાણા સિવિલ જશે.

First published: June 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर