
મહેસાણાઃ મહેસાણામાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આજે બપોરે મધ્યાહન ભોજનકર્મીઓ સાથે મુલાકાત કરી કહ્યું હતું કે,'અમે તમારો સાથ આપીશું, તમે અમારો સાથ આપશો?,તમારી માંગણીઓ યોગ્ય છે, સરકારે તુરંત કાર્યવાહી કરવી જોઈએ.દિલ્હીમાં ન્યુનત્તમ મજૂરી 15,000 કરી છે, જે અગાઉ 9000 હતી.
કેન્દ્ર સરકારે અમારાં પ્રસ્તાવને રદ્દ કર્યો હતો.ગરીબો માટે અમે લડીશુ, ન્યુનત્તમ મજૂરી નક્કી કરીશું.રાજનીતિ સાફ નહીં હોય ત્યાં સુધી કશું જ નહીં થાય.ગુજરાતમાં પણ રાજનીતિ સાફ કરવાની જરુર છે. વધુમાં અમરણાંત પર બેસેલી મહિલાઓને અનશન તોડવા કેજરીવાલને અપીલ કરી હતી. અનશન કરવાની જગ્યાએ 2017માં તેનો જવાબ આપો અને ન્યાય મેળવો.