કડી: 32 દિવસની બાળકીનું ગળું દબાવીને પરિવારે કરી હત્યા? એક વર્ષ પછી આ રીતે ફૂટ્યો ભાંડો

કડી: 32 દિવસની બાળકીનું ગળું દબાવીને પરિવારે કરી હત્યા? એક વર્ષ પછી આ રીતે ફૂટ્યો ભાંડો
પરિવારની તસવીર

આ પરિવાર સવાર સુધી ઘરે જ હતો પરંતુ અચાનક આ પરિવાર ગાયબ થઇ ગયો છે અને ઘરમાં તાળા લાગેલા છે.

 • Share this:
  સામાન્ય રીતે આપણે દીકરીને (Baby girl) ઘરની લક્ષ્મી માનતા હોઇએ છીએ પરંતુ હજી પણ એવી માનસિકતાવાળા લોકો છે જે દીકરીને હજી ભાર માને છે. બજી એવા વિચારોવાળા લોકો છે જેને પુત્રનો મોહ છે. ત્યારે મહેસાણાના (Mahesana) કડીમાં (Kadi) એક રૂંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. મહેસાણાના કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની આ ઘટના છે. જ્યાં એક પરિવારે 32 દિવસની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. નાનકડી આ દીકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ડૉક્ટરોની પેનલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં (postmortem report) સામે આવ્યું છે.

  માતા,પિતા,દાદા,દાદી સામે ફરિયાદ  જે બાદ પોલીસે આ અંગેની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે ફરિયાદ નોંધી છે. આ દીકરીનું નામ મિષ્ટી રાખ્યું હતું. આ ઘટના આશરે એક વર્ષ પહેલાની છે.  નહેરુ બ્રિજ આજથી રીપેરીંગ માટે 45 દિવસ સુધી બંધ, જાણો તેના વૈકલ્પિક રસ્તાઓ

  બાળકીના ગળામાં લાલ રંગના નિશાન હતા

  આ આખા બનાવમાં પ્રકાશ પાડતા પોલીસે જણાવ્યું કે, કડી પોલીસ સ્ટેશનમાં એક બાળકીનું 22-12 -2019ના રોજ અકસ્માતે મોત જાહેર થયું હતું. જેમા મિષ્ટી નામની એક માસ અને બે દિવસની દકરીના ગળાના ભાગે લાલ ચિન્હો હતા અને તેના મૃત્યુંની જાહેરાત થઇ હતી. જે બાદ પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને પેનલમાં અમદાવાદ ખાતે પીએમ કરાવવામાં આવ્યુ હતું.

  સ્ટેડિયમ બંદોબસ્ત સમયે પોલીસને આવ્યો ફોન, 'હું પંકજ પટેલ બોલું છું, જો મેચ રમાશે તો હું આત્મવિલોપન કરીશ'

  પોલીસે વધુમાં જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને મોત નીપજાવવાની હકીકત બહાર આવી. જેથી આ અંગે ફરીયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાળકીની માતા, પિતા, દાદા, દાદી સામે કરવામાં આવી છે. તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક ધોરણે જોતા એક દીકરી હોવાથી બીજી દીકરીની હત્યા કરી હોવાનું જણાય છે. પરંતુ આ કેસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે.  પરિવાર અચાનક થયો ગૂમ

  પોલીસ દ્વારા આ ફરિયાદ ગઇકાલે રાતે નોંધવામાં આવી હતી. આજે એટલે રવિવારે પણ આ પરિવાર ઘરે જ હતો પરંતુ અચાનક આ પરિવાર ગાયબ થઇ ગયો છે અને ઘરમાં તાળા લાગેલા છે.  આ ઘટના પ્રકાશમાં આવતા આસપાસના રહેવાસીઓમાં પણ ગળગળાટ શરૂ થયો છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 14, 2021, 14:32 pm