મહેસાણા : ઝાડ સાથે જીપ અથડાતા છ લોકોનાં મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: February 12, 2020, 10:24 AM IST
મહેસાણા : ઝાડ સાથે જીપ અથડાતા છ લોકોનાં મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત
આજે વહેલી સવારે ખેરાલુનાં મલેકપુરથી સિદ્ઘપુર જતા ઝાડ સાથે જીપ અથડાઇ હતી.

આ તમામ મજૂરો ખેડબ્રહ્માનાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • Share this:
મહેસાણા : આજે વહેલી સવારે ખેરાલુનાં મલેકપુરથી સિદ્ઘપુર જતા ઝાડ સાથે જીપ અથડાતા ઘટના સ્થળે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 11થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે. હાલ સ્થાનિક પોલીસે આવીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ખેરાલુનાં મલેકપુરથી સિદ્ધપુર જતા અદિતપુર પાસે ઝાડ સાથે જીપ અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. આ તમામ મજૂરો ખેડબ્રહ્માનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ મૃતકોનો આંકડો પાંચ સુધી પહોંચ્યો છે, જેમાં સાત વર્ષની એક બાળકી પણ સામેલ છે. આ અકસ્માતમાં ઇજા પામેલા 12થી વધુ વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ જીપમાં 20 જેટલા માણસો હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ : સિવિલ હૉસ્પિટલમાં PM મોદી અને USAના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ગ્રુપનું બ્લડ તૈયાર રખાશે

ત્યાં હાજર લોકોનું માનીએ તો, ડ્રાઇવર પૂરપાર જીપ હંકારી રહ્યો હતો. તેને વહેલી સવારે ઝોંકુ આવી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ :
First published: February 12, 2020
વધુ વાંચો
अगली ख़बर