અમદાવાદના સંચાલકે મહેસાણાના 8 હજાર રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 12:02 PM IST
અમદાવાદના સંચાલકે મહેસાણાના 8 હજાર રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા
મહેસાણામાં જય ખોડીયાર મિત્ર મંડળના નામે લોભામણી સ્કીમોના ચક્રવ્યુહમાં ફસાયા ૮૦૦૦થી વધુ લોકો ફસાયા છે. મિત્ર મંડળના સંચાલકો 4 કરોડથી વધુનું ફુલેકુ ફેરવી ઓફિસને તાળા મારી ભુગર્ભમાં ચાલ્યા ગયા છે. 1 હજારના 40 હપ્તા ભરવા પર 50 હજારની રકમ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી મસમોટી રકમ ખંખેરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 12:02 PM IST
મહેસાણામાં જય ખોડીયાર મિત્ર મંડળના નામે લોભામણી સ્કીમોના ચક્રવ્યુહમાં ફસાયા ૮૦૦૦થી વધુ લોકો ફસાયા છે. મિત્ર મંડળના સંચાલકો 4 કરોડથી વધુનું ફુલેકુ ફેરવી ઓફિસને તાળા મારી ભુગર્ભમાં ચાલ્યા ગયા છે. 1 હજારના 40 હપ્તા ભરવા પર 50 હજારની રકમ આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી મસમોટી રકમ ખંખેરી હતી.

મહેસાણામાં મોઢેરા રોડ પર આવેલ જય ખોડીયાર મિત્ર મંડળ નામની એક પેઠી એ ૮૦૦૦ જેટલા લોકોનું ૪ કરોડનું ફૂલેગું ફેરવી દેતા લોકો હિબકે ચડ્યા છે ગુજરાતભરમાં જય ખોડીયાર મિત્ર મંડળ નામે અનેક શાખા ધરાવતી આ ખાનગી પેઠીના સંચાલકો અને માલિકોમાં મુખ્ય સુત્રધાર તરીકે અમદાવાદના વ્યાસવાડી વિસ્તારના રહેવાસી મેવાડા રાજુભાઈ (ભરવાડ) સહીત મહેસાણાના પંડ્યા નરેન્દ્રભાઈ, પટેલ અશ્વિનભાઈ , પટેલ ભરતભાઈ , પટેલ દિનેશભાઈ અને પટેલ મુકેશભાઈ આ કુલ છ શકશો સામે છેતરપીંડીનો આરોપ મુકવામાં આવ્યો છે.

કેટલાક સમયથી ચાલતી આ પેઢી દ્વારા એજન્ટોને લકી ડ્રો, બાઈક ,કાર, મકાન , ફ્લેટ , વિદેશ ટુર અને ૮ ટકા જેટલું મહતમ કમીશન આપવાની લાલચે તેમના જ સગા સબંધીઓને શિકાર બનાવવમાં આવતા હતા. દર મહીને ૧૦૦૦ ચૂકવી ૪૦ હપ્તા ભર્યા બાદ ૫૦ હાજર આપવાના પોકળ દવા કરેલ આ પેઠી પર પાકતી મુદતે રોકાણકારો પહોચ્યા હતા. ત્યાં એક એક જાય ખોડીયાર મિત્ર મંડળના પાટિયા ઉતરેલા અને શટરે તાળા જોતા ગ્રાહકોને પોતે છેતરાયાનું જણાઈ આવતા તેઓએ અમદાવાદના રાજુ મેવાડા સામે મહેસાણા બી ડીવીજન પોલીસ માથેકે તપાસ કરી ફરિયાદ નોધાવવા અરજી આપી કાર્યવાહી કરેલ છે.

ત્યારે જાણવા મળતા અહેવાલ મુજબ અમદાવાદનો આ રજુ મેવાડા આગાઉ પણ આવી જ રીતે લોકોના લાખો રૂપિયાનું ફૂલેગું ફેરવી ચુક્યો છે. આમાં લોકો સાથે છેતરપીંડી કરવા અને વિવિધ લાલચ આપી રૂપિયા પડાવનાર સામે સખ્ત કાર્યવાહી થાય તેવું ભોગબનાનાર ગ્રાહકો માંગ કરી રહ્યા છે તો બીજી તરફ રિક્ષ ચાલક એવા એક રોકાણકાર મજૂરીનો કામાંયલો રૂપિયો લુંટાઈ જતા અંતે મરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

First published: May 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर