Home /News /north-gujarat /

'પાટીદાર સમાજના 13 યુવકો મર્યા તેનો કેસ હાર્દિક પર કરો એટલે તેને ભાન થાય'

'પાટીદાર સમાજના 13 યુવકો મર્યા તેનો કેસ હાર્દિક પર કરો એટલે તેને ભાન થાય'

પિતા સાથે પ્રતિક પટેલ

અનામત આંદોલન વખતે પોલીસની ગોળીથી ઘાયલ થયેલા પ્રતિક પટેલના પિતા બાબુભાઈ પટેલની ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત.

    ન્યૂઝ18 ગુજરાતી : અમદાાદ ખાતે 25મી ઓગષ્ટ, 2015ના રોજ પાટીદારોની વિશાળ રેલી મળી હતી. આ રેલી બાદ પાટીદાર અનામત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ જ આંદોલનનો એક ચહેરો હતો મહેસાણાનો પ્રતિક પટેલ. પ્રતિક પટેલને 26મી ઓગસ્ટના રોજ પોલીસની ગોળી વાગી હતી. જે બાદમાં તેનું જીવન દુષ્કર બની ગયું છે. અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે ત્યારે પ્રતિક પટેલના પિતા બાબુભાઈ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા હાર્દિક પર આકરા પ્રહારો કર્યા હતા.

    હાર્દિકે તોફાનો કરાવ્યા

    હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો તે અંગે વાત કરતા બાબુભાઈએ કહ્યુ કે, "હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જોડાઈને સમાજ સાથે દગો કર્યો છે. હાર્દિકે આવું કરવાની જરૂર ન હતી. તેણે સમાજને બલીનો બકરો બનાવ્યા વગર સીધા જ કોંગ્રેસમાં જોડાઈ જવાની જરૂર હતી. 25મી ઓગસ્ટના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાર્દિક પટેલે ખોટી જીદ પકડી હતી. બાદમાં હાર્દિકે તોફાનો કરાવ્યા હતા. સમાજના જુવાનીયાઓ તોફાનો કર્યા જેની સામે પોલીસે ફાયરિંગ કર્યું હતું. 26મી ઓગસ્ટના રોજ કર્ફ્યૂ દરમિયાન મારો પુત્ર બહાર નીકળ્યો હતો ત્યારે તેને ગોળી વાગી હતી."

    Pratik patel
    માતાપિતા સાથે પ્રતિક પટેલ


    આ પણ વાંચો : ઇનસાઇડ સ્ટોરી : હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડ્યો પણ આ પ્રતિકનો કોઈએ હાથ ન પકડ્યો!

    ચૂંટણી પછી સમાજ કે સરકાર કોઈ નથી ફરક્યું

    સરકાર કે પાટીદાર સમાજ તરફથી કોઈ સહાય મળી છે કે નહીં તે અંગે વાત કરતા બાબુભાઈ પટેલે કહ્યુ કે, "ગોળી વાગવાના બનાવ બાદ પાટીદાર સમાજ અને સરકાર તરફથી સહાય મળી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ મારા ઘરે સરકાર કે પાટીદાર સમાજ કોઈ જ ફરક્યું નથી. હાલ અમારે મહિના રૂ. 25-30 હજારનો ખર્ચ થાય છે. અનામત મળશે તો દીકરાને દીકરાને કંઈક લાભ મળશે તેવું માનીને દીકરાને આંદોલન કરવા માટેની છૂટ આપી હતી. અમે સરકાર અને પાટીદાર સમાજને વિનંતી કરીએ છીએ કે અમારી હાલત સામે જોઈને અમારા માટે કંઈ કરે."

    પ્રતિક પટેલ


    હાર્દિક પટેલને મહેસાણામાં ઘૂસવો નહીં દઈએ

    હાર્દિક પટેલ મહેસાણામાંથી ચૂંટણી લડી શકે છે તેવા અહેવાલો વચ્ચે બાબુભાઈ કહ્યુ કે, "જો હાર્દિક પટેલ અહીંથી ચૂંટણી લડશે તો તેને મહેસાણામાં ઘૂસવા પણ નહીં દઈએ. હાર્દિક સભા કરશે તો મારો પરિવાર સોપ્રથમ વખત વિરોધ કરશે. બનાવ બાદ એક પણ વખત હાર્દિક મને ફોન નથી કર્યો. મેં ફોન કર્યા બાદ મારો ફોન નંબર તેણે બ્લેક લિસ્ટમાં મૂકી દીધો હતો. ગોળી વાગ્યા પછી હાર્દિક સાથે કોઈ વાત નથી થઈ. હું તો કહી રહ્યો છું કે સમાજના 13 દીકરાઓએ જીવ ગુમાવ્યો છે તેનો કેસ હાર્દિક પર ઠોકી દેવો જોઈએ, જેનાથી તેને ભાન આવે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CWC, Election 2019, Lok sabha election 2019, Paas, Sonia Gandhi, જીએમડીસી, રાહુલ ગાંધી, હાર્દિક પટેલ

    આગામી સમાચાર