શરણાર્થીના પ્રશ્નો ઉકેલવા સંસદીય કમિટી અમદાવાદ પહોચી,100રૂપિયામાં મળશે ભારતીય નાગરિકતા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 18, 2017, 8:37 PM IST
શરણાર્થીના પ્રશ્નો ઉકેલવા સંસદીય કમિટી અમદાવાદ પહોચી,100રૂપિયામાં મળશે ભારતીય નાગરિકતા
કેન્દ્ર સરકાર દ્વારા શરણાર્થીઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે માટે સિટીઝનશીપ બીલ ૨૦૧૬ પાસ કરવામાં આવ્યું અને કલેકટર કક્ષાએ સત્તા આપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા અરજદારો ને મળવા માટે એક ખાસ સંસદીય કમિટીના સદસ્યો અમદાવાદ આવ્યા અને અરજદારો ના પ્રશ્નો સાંભળ્યા છે. નોધનીય છે કે, પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અને ભારતમાં સ્થાઇ થયેલ શરણાર્થીઓ અવારનવાર શંકા કુશંકાઓનો ભોગ બનતા હોય છે. હજારો શરણાર્થીઓ ભારતની નાગરિકતા લેવા માટે દિવસ રાત સરકારી કચેરીઓના ધક્ક્કા ખાતા હોય છે. ત્યારે આજે તેમને એક આશાનું કિરણ દેખાયું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 18, 2017, 8:37 PM IST
કેન્દ્ર સરકાર દ્વારા શરણાર્થીઓના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે માટે સિટીઝનશીપ બીલ ૨૦૧૬ પાસ કરવામાં આવ્યું અને કલેકટર કક્ષાએ સત્તા આપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગર જીલ્લા અરજદારો ને મળવા માટે એક ખાસ સંસદીય કમિટીના સદસ્યો અમદાવાદ આવ્યા અને અરજદારો ના પ્રશ્નો સાંભળ્યા છે. નોધનીય છે કે, પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અને ભારતમાં સ્થાઇ થયેલ શરણાર્થીઓ અવારનવાર શંકા કુશંકાઓનો ભોગ બનતા હોય છે. હજારો શરણાર્થીઓ ભારતની નાગરિકતા લેવા માટે દિવસ રાત સરકારી કચેરીઓના ધક્ક્કા ખાતા હોય છે. ત્યારે આજે તેમને એક આશાનું કિરણ દેખાયું છે.

nagrikta1

અમદાવાદ ના સરદારનગર અને ઇસનપુર વિસ્તારની મુલાકાત લેવા જયારે સંસદીય કમિટી પહોચી જેમાં ૨૦ લોકસભાના અને ૧૦ રાજ્ય સભાના સાંસદ સદસ્યો હતા. જ્યારે હજારોની સંખ્યામાં શરણાર્થીઓ દ્વારા અરજીઓ કરવામાં આવે છે ત્યારે નંદલાલ મેઘાણી,શંકર ઠક્કર સહિતના શરણાર્થી મોટી સંખ્યામાં પોતાના પડતર પ્રશ્ન લઈને અરજદાર કમિટી સમક્ષ આવ્યા અને પોતાની તકલીફ ની જાણકારી આપી હતી.
પોતાના બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે વર્ષોથી પાકિસ્તાન છોડીને આવેલ માળી દંપતી આજે પણ ભારતીય બનવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે સંસદીય કમિટી સાથે મુલાકાત લીધા બાદ આજે ક્યાંક ને ક્યાંક હજારો શરણાર્થીઓ ની માફક આ દંપતી ની આંખો માં પણ એક આશાનું કિરણ ખીલ્યું છે.

100 રૂપિયામાં મળશે ભારતીય નાગરિકતા
સરકાર દ્વારા એક તરફ કલેકટર કક્ષાએ સત્તા આપવામાં આવી છે. જયારે બીજી તરફ ભારતીય નાગરિકતા મેળવવા માટેની ફી રૂપિયા ૧૫ હજારથી ઘટાડીને માત્ર ૧૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે. સાથે સાથે અરજદાર ની અરજી ના નિકાલ માટે ૨૧ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે સીટીઝનશીપ બીલ-૨૦૧૬ શરણાર્થીઓ માટે એક મોટી રાહત લઈને આવ્યો છે.
First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर