Home /News /north-gujarat /હાર્દિક પર હુમલો કરનારના ઘરે પોલીસ બંદોબસ્ત, પિતાએ કહ્યું- 'પુત્ર અમારા સંપર્કમાં નથી'

હાર્દિક પર હુમલો કરનારના ઘરે પોલીસ બંદોબસ્ત, પિતાએ કહ્યું- 'પુત્ર અમારા સંપર્કમાં નથી'

તરુણ ગજ્જરના પિતા

કડીના જાસલપુર ખાતે આવેલા તરુણ ગજ્જરના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

કેતન પટેલ, મહેસાણા/ સંજય જોશી, અમદાવાદ : વઢવાણ ખાતે એક ચૂંટણી સભામાં તરુણ ગજ્જર નામના યુવકે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સ્ટેજ પર થપ્પડ મારી દીધી હતી. તરુણ કડીના જાસલપુર ગામનો વતની છે. હાર્દિકને થપ્પડ મારવાની ઘટના બાદ ન્યૂઝ18 ગુજરાતીની ટીમ તરુણ ગજ્જરના ઘરે પહોંચી હતી. ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા તરુણના પિતાએ જણાવ્યું હતું કે તે છેલ્લા 15 દિવસથી અમારા સંપર્કમાં નથી.

તરુણ ગજ્જર(મિસ્ત્રી)ના પિતા મનુભાઈ મિસ્ત્રીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "તરુણ સાથે છેલ્લા 15 દિવસથી અમારી કોઈ વાતચીત નથી થઈ. તરુણે હાર્દિકને લાફો માર્યો હોવાની વાત અમને ધ્યાનમાં નથી. છેલ્લે તે બહાર જવાનો છું એવું કહીને ઘરેથી નીકળ્યો હતો." તરુણ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે કે નહીં તેવા સવાલના જવાબમાં તરુણના પિતાએ જણાવ્યું કે, "તરુણ કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી પરંતુ સાચું હોય કે ખોટું મને ખબર નથી તે કોઈ ભાજપ ભાજપ કહેતો હતો." (આ પણ વાંચો : આંદોલન સમયે 14 લોકોનાં મોત માટે હાર્દિક પટેલ જવાબદારઃ અલ્પેશ ઠાકોર)

તરુણના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.


હાલ તરુણ ગજ્જરના ઘર ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તરુણના પિતાના કહેવા પ્રમાણે તે છેલ્લા પાંચ સાત વર્ષથી તેની પત્ની સાથે કડીમાં રહે છે. 15 દિવસ પહેલા તેની તરુણ સાથે વાતચીત થઈ હતી. આ સમયે તેણે બહારગામ જવાનું કહ્યું હતું. છેલ્લા 15 દિવસ દરમિયાન તરુણનું કોઈ કામ ન પડ્યું હોવાથી તેણે તરુણનો સંપર્ક કર્યો ન હતો. ( આ પણ વાંચો : હાર્દિક પર મને ત્રણ વર્ષથી ગુસ્સો હતો, તે ગુજરાતનો બાપ થોડો છે : તરૂણ ગજ્જર)

તરુણના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, "તરુણ પત્ની સાથે કડીમાં રહે છે તેમજ કુરિયર અને જમીન લે-વેચનું કામ કરે છે. તેની માનસિક સ્થિતિ સારી છે. તેણે શું કર્યું છે તેની મને કંઈ ખબર નથી."

જાસલપુર ગામના સરપંચે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "તેણે શા માટે આવું કર્યું હશે તેની કોઈ જાણ નથી. તરુણ આવું કંઈ કરે તે માન્યામાં આવે તેવું નથી. તે જાસલપુર ગ્રામ પંચાયતનો સભ્ય છે." (આ પણ વાંચો : આજે થપ્પડ મારવાનો પ્રયાસ થયો, કાલે ભાજપ મને ગોળી મરાવશે : હાર્દિક પટેલ)
First published:

Tags: Lok sabha election 2019, Paas, Tarun Gajjar, હાર્દિક પટેલ