PM મોદીના ઘરની પાછળથી મળી 18મી સદીની એન્ટિક વસ્તુઓ

News18 Gujarati
Updated: February 9, 2018, 8:59 PM IST
PM મોદીના ઘરની પાછળથી મળી 18મી સદીની એન્ટિક વસ્તુઓ
આ ખોદકામ સમયે 15મી સદીની એક એવી લેન પણ મળી છે, જે પાકી ઈંટોની બનેલી છે...

આ ખોદકામ સમયે 15મી સદીની એક એવી લેન પણ મળી છે, જે પાકી ઈંટોની બનેલી છે...

  • Share this:
તો પૌરાણિક નગરી વડનગરમાં વડાપ્રધાન મોદીના ઘરની પાછળ ખોદકામ થઇ રહ્યું છે. 18 અને 19 મી સદીના અવશેષો મળ્યા છે, આ ઉપરાંત મળી આવી છે એન્ટિક વસ્તુઓ. વડનગર છે પીએમ મોદીનું વતન, ત્યારે ગુજરાતનું પુરાતત્વ વિભાગ પેટાળમાં સમાયેલા વર્ષો જુના ઇતિહાસને જાણવા કામે લાગ્યું છે.

મહેસાણામાં આવેલી છે એક પૌરાણિક નગરી કે જેના પેટાળમાં સમયેલો છે વર્ષો જૂનો ઐતિહાસ અને તેને જાણવા કામે લાગ્યું છે ગુજરાતનું પુરાતત્વ વિભાગ ત્યારે જાણીએ આખરે શુ છે ઇતિહાસની દસ્તક દેતા વડનગરની ઐતિહાસિક ગાથા.

ભારતીય પુરાતત્વ વિભાગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડનગર સ્થિત પૈતૃક ગામના ઘરની પાછળથી સલ્તનતકાળની વસ્તુઓ મળી છે. ઉલ્લેખનીય છે કે, એએસઆઈની ટીમ દ્વારા નરેન્દ્ર મોદીના ઘરની પાછળની સાઈડે ખોદકામ ચાલી રહ્યું છે. આ ખોદકામ સમયે 15મી સદીની એક એવી લેન પણ મળી છે, જે પાકી ઈંટોની બનેલી છે. ખઓદકામના આધારે કહેવાય છે કે, અહીં પહેલા પહોળા રસ્તા હશે.

એએસઆઈની ખોદકામ ટીમના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, અમે અહીં વડનગરમાં ચાર જગ્યાની પસંદગી કરી છે. તેમાંથી એક છે બ્રાહ્મણશેરી છે, જે પીએમ મોદીના ઘરની બીલકુલ નજીક છે. અહીં અમે લગભગ 8 મીટર ઊંડું ખોદકામ કર્યું છે.
First published: February 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading