હાર્દિકના સ્વાગતના ખર્ચ પર સાથી મિત્રએ જ ઉઠાવ્યા સવાલો,શું કહ્યુ જુવો

VINOD LEUVA | Pradesh18
Updated: January 12, 2017, 8:26 PM IST
હાર્દિકના સ્વાગતના ખર્ચ પર સાથી મિત્રએ જ ઉઠાવ્યા સવાલો,શું કહ્યુ જુવો
અમદાવાદ : હાર્દિક પટેલ આગામી ૧૭ તારીખે ગુજરાત આવી રહ્યો છે ત્યારે પાસ દ્વારા હાર્દિકના સ્વાગતમા લાહો રૂપિયા વાપરવામાં આવશે ત્યારે હાર્દિકના સ્વાગતને લઇને વિવાદ સર્જાયો છે અને હાર્દિકના એક સમયના સાથીઓનું કહેવું છે કે આ પૈસા કોંગ્રેસના અથવા તો રાજકીય પક્ષના છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 12, 2017, 8:26 PM IST
અમદાવાદ : હાર્દિક પટેલ આગામી ૧૭ તારીખે ગુજરાત આવી રહ્યો છે ત્યારે પાસ દ્વારા હાર્દિકના સ્વાગતમા લાહો રૂપિયા વાપરવામાં આવશે ત્યારે હાર્દિકના સ્વાગતને લઇને વિવાદ સર્જાયો છે અને હાર્દિકના એક સમયના સાથીઓનું કહેવું છે કે આ પૈસા કોંગ્રેસના અથવા તો રાજકીય પક્ષના છે.

૯ માસ જેલ અને ત્યાર બાદ ૬ માસ ગુજરાત બહાર રહેવાના ગુજરાત હાઈકોર્ટ ના ફરમાનને હાર્દિક પટેલ આગમી ૧૭ મી ના રોજ પૂર્ણ કરી દેશે. ત્યારે  સરકાર માટે ફરીથી માથાનો દુખાવો બની રહશે અને હાર્દિક ઘણા સમયથી રાજકીય રીતે ચાલતા પાટીદાર અનામત આંદોલનને વેગ આપશે કે નય તેના પર તો સવાલ છે પણ હાર્દિકનાં એક સમયનાં સાથી એવા ચિરાગ પટેલનું કહેવું છે કે હાર્દિકનાં સ્વાગત ના ખર્ચા રાજકીય પક્ષ અથવા તો રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા લોકો કરી રહ્યા છે. જો કે આ મામલે વરુણ પટેલનું કહેવું છે કે હાર્દિકના સ્વાગતની તૈયારી ધૂમધામ થી થઇ રહી છે અને પૈસા લોકો સ્વયંભૂ વાપરી રહ્યા છે .

હાર્દિકનાં જેલવાસ અને ત્યાર બાદ હાર્દિક ગુજરાતથી ૬ મહિના દુર રહ્યો હતો ત્યારે હવે હાર્દિક ગુજરાત આવ્યા બાદ તેના જુના સાથીઓ સાથે સમાધાન કરી અને આંદોલન ચલાવે છે કે પછી અલગ રણનીતિ ઘડશે તે હવે હાર્દિક ગુજરાત આવશે ત્યાર બાદ જ ખબર પડશે.

ફાઇલ તસવીર

First published: January 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर