પુર્વ IPS રાહુલ શર્મા બનાવશે રાજકીય પાર્ટી,એફબી પેજ પર કર્યો દાવો

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 19, 2017, 12:26 AM IST
પુર્વ IPS રાહુલ શર્મા બનાવશે રાજકીય પાર્ટી,એફબી પેજ પર કર્યો દાવો
ગુજરાત વિધાનસભા ચુંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે ત્યારે જ રાજકારણ ગરમાયું છે. ગુજરાતના પુર્વ આઇપીએસ રાહુલ શર્માએ એફબી પર કહ્યુ છે કે તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવવા જઇ રહ્યા છે. જો કે આ પાર્ટી પોતે જ બનાવશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 19, 2017, 12:26 AM IST
ગુજરાત વિધાનસભા ચુંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે ત્યારે જ રાજકારણ ગરમાયું છે. ગુજરાતની હાલની સ્થીતી જોતા પાટીદાર, ખેડૂત આદોલન અને દલિત અત્યાચારની ભાજપ ઘેરાયેલુ છે. ત્યારે કોંગ્રેસ પણ સત્તાના સપના જોવા લાગી છે. તો આમ આદમી પાર્ટીની પણ ગુજરાત પર નજર છે. ત્યારે વધુ એક રાજકીય પાર્ટી ગુજરાતની આગામી વિધાનસભા ચુંટણીમાં ઉતરી શકે છે. ગુજરાતના પુર્વ આઇપીએસ રાહુલ શર્માએ એફબી પર પોસ્ટ કરી કહ્યુ છે કે તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવવા જઇ રહ્યા છે. જો કે આ પાર્ટી પોતે જ બનાવશે.

IMG_20170618_180501
શર્માએ પોતાના ફેસબુક પેજ પર લખ્યુ છે કે સમાન વિચારધારા વાળા લોકોને પાર્ટી બનાવવા માટે હું આમંત્રણ આપુ છું. તેમણે ફેસબુક એકાઉન્ટમાં એક મોબાઇલ નંબર પણ આપ્યો છે.
આઇપીએસ અફસર રહી ચુકેલા રાહુલ શર્મા અત્યારે ગુજરાત હાઇકોર્ટમાં વકીલની પ્રેક્ટિસ કરી રહ્યા છે.નોધનીય છે કે આઇપીએસ શર્મા ડીઆઇજી હતા ત્યારે સરકારે ડીસીપ્લીન ઇન્કવાયરી બેસાડી હતી. જેના પછી રાહુલ શર્માએ આઇપીએસ પદેથી રાજીનામું ધરી દીધુ હતું અને હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.

આમ જોઇએ તો ગુજરાતમાં પહેલા પણ આઇપીએસ રાજકારણમાં જોડાયા છે, એક નજર કરીએ તો પુર્વ ડીજીપી કુલદીપ શર્મા અને વી.વી. રબારી કોંગ્રેસ સાથે જોડાઇ રાજકારણમાં પ્રવેશ્યા છે.
રમખાણો પછી આવ્યા હતા ચર્ચામાં
ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો પછી રાહુલ શર્મા ચર્ચામાં આવ્યા હતા. તેમણે તે સમયે રાજકીય નેતાઓ અને રમખાણ કરનારાઓ વચ્ચે વાતચીતથી રમખાણો રાજ્યપ્રેરિત હોવાનો દાવો કર્યો હતો. આના મોબાઇલ કોલ ડીટેઇલ પણ તેમણે પોતાનો પક્ષ રાખતા કોર્ટ સમક્ષ મુક્યા હતા. જે ડિટેઇલ વિવાદનું કેન્દ્ર બનતા રાજકારણ પણ ગરમાયું હતું. અને તે સમયની સરકાર અને શર્મા આમને સામને હતા તેવું પણ કહેવાય છે.
First published: June 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर