માત્ર 10 મિનિટમાં 2.50 લાખના ઓઇલની ચોરી કરતી ગેંગના બે શખ્સ ઝડપાયા, જાણો કેવી છે ટેકનિક

Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 4:26 PM IST
માત્ર 10 મિનિટમાં 2.50 લાખના ઓઇલની ચોરી કરતી ગેંગના બે શખ્સ ઝડપાયા, જાણો કેવી છે ટેકનિક
ઓઇલ ચોરીના હબ બનેલા મહેસાણામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓઇલ ચોરીના પર્દાફાશની સાથોસાથ ઓઇલ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ટેકનિક પણ ચોંકાવનારી છે. મિકેનિકલ અને ઓટો મોબાઇલ એંજિનિયરો પણ વિચારતા થઇ જાય એવી ગોઠવણ કરી ઓઇલ ચોરી કરવામાં આવતી હતી.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 4:26 PM IST
mehsana-oil07

મહેસાણા #ઓઇલ ચોરીના હબ બનેલા મહેસાણામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓઇલ ચોરીના પર્દાફાશની સાથોસાથ ઓઇલ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ટેકનિક પણ ચોંકાવનારી છે. મિકેનિકલ અને ઓટો મોબાઇલ એંજિનિયરો પણ વિચારતા થઇ જાય એવી ગોઠવણ કરી ઓઇલ ચોરી કરવામાં આવતી હતી.

લાંઘણજ પોલીસે ઓઇલ ચોરોની પર્દાફાશ કરતાં ઓઇલ ચોરીમાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે અન્ય ચાર સાગરિતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી ગોઝારીયા નજીકથી ટેન્કર લઇ પસાર થઇ રહેલા બે શખ્સોને ઝડપી લઇ માણસા ઓઇલ વેલ નં-33માંથી થતા ઓઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

mehsana-oil

આ અંગે વિગત આપતાં લાંઘણજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે બી પટેલે જણાવ્યું કે, ગત 9મી તારીખે માણસા ઓઇલ વેલ નં-33માંથી ઓઇલ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં તપાસ કરતાં મળેલી બાતમીને આધારે મનોજ પ્રજાપતિ સહિત બે શખ્સોને ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

mehsana-oil04

10 મિનિટમાં ટેન્કર ભરાઇ જતું

ઓઇલ ચોરી માટેની ટેકનિક પણ જોરદાર બનાવી હતી. ટેન્કરની નીચે જ એવી ગોઠવણ કરવામાં આવી હતી. ટેન્કર નીચે એક ખાસ પ્રકારની ગોઠવણ કરાઇ હતી. જેમાં ફીટ કરાયેલ પંપ, પાઇપના ઉપયોગથી ઓ.એન.જી.સીની પાઇપમાંથી માત્ર 10 મિનિટની અંદર 10000 લિટરનું ટેન્કર ભરાઇ જતું હતું. માત્ર ગણતરીની મિનિટોમાં જ આ શખ્સો દ્વારા અંદાજે 2.50 લાખ રૂપિયાના ઓઇલની ચોરી કરી દેવાતી હતી.

mehsana-oil01

મોટા રેકેટની આશંકા

પોલીસ દ્વારા બે શખ્સોને પકડી લેવાયા છે પરંતુ ઓઇલ ચોરીમાં મોટું રેકેટ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસને મળેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઓઇલ ચોર ગેંગના વધુ ચાર શખ્સોને શોધવા ચક્રોગતિમાન કરાયા છે. પોલીસના મતે આ શખ્સો અન્ય ચોરીમાં પણ સંડોવાયા હોવાની આશંકા છે.
First published: April 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर