અમદાવાદઃમંચ પર હતા ગુજરાતીઓ...મુદ્દો હતો યુવાનોને રોજગારી આપો!

VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 8:13 PM IST
અમદાવાદઃમંચ પર હતા ગુજરાતીઓ...મુદ્દો હતો યુવાનોને રોજગારી આપો!
અમદાવાદ: અમદાવાદમાં મંગળવારે વધુ એક આંદોલનનું રણસીંગુ ફૂંકાયું છે.મહત્વની વાત એ છે કે આદોલનના મંચ પર પાટીદાર દલિત કે ઠાકોર સામાજના આગેવાનો ન હતા પરંતુ આ મંચ પર હતા ગુજરાતીઓ.. મંચ પર ના તમામ આંદોલન કારીઓ ની હતી એક જ માંગ તો હતી કે રાજ્યમાં બેરોજગાર યુવાનોને નોકરી આપો.
VINOD LEUVA | Pradesh18
Updated: January 3, 2017, 8:13 PM IST

અમદાવાદ: અમદાવાદમાં મંગળવારે વધુ એક આંદોલનનું રણસીંગુ ફૂંકાયું છે.મહત્વની વાત એ છે કે આદોલનના મંચ પર પાટીદાર દલિત કે ઠાકોર સામાજના આગેવાનો ન હતા પરંતુ આ મંચ પર હતા ગુજરાતીઓ.. મંચ પર ના તમામ આંદોલન કારીઓ ની હતી એક જ માંગ તો હતી કે રાજ્યમાં બેરોજગાર યુવાનોને નોકરી આપો.


છેલ્લા એક વર્ષ થી ગુજરાતમાં વિવિધ સમાજ દ્વારા પોતાની પ્રત્યેક માંગ ને લઈ આંદોલન જોવા મળી રહ્યા છે. આ આંદોલનો એ પણ સરકાર ની ઊંઘ હરામ કરી નાખી છે તો બીજી તરફ મંગળવારે પાટીદાર , દલિત અને ઠાકોર સમાજ ના નેતાઓ દ્વારા એક નવા જ આંદોલન નું રણસીંગુ ફૂંકાયું છે. જો કે અત્યાર સુધી આ તમામ સમાજ અલગ અલગ આંદિલન કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે એક સાથે એક મંચ પર શરૂ કરેલું આ આંદોલન ગુજરાત ના બેરોજગાર યુવાનો ને રોજગારી આપવાનું છે. જો કે આ આંદોલન ના મુખ્ય નેતા શુ કહી રહ્યા છે.ગુજરાતમાં આજ થી શરૂ થયેલા બેરોજગાર આંદોલન ના નેતાઓ નું કહેવું છે કે આગામી દિવસો માં ગુજરાત માં વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહ્યો છે અને સરકાર દાવા કરી રહી છે કે વર્ષ 2003 થી અત્યાર સુધી કુલ 8 વાઇબન્ટ સમિટ યોજાયા છે. જેમાં ગુજરાત નો વિકાસ થયો છે. યુવાનો ને રોજગારી ની તક મળી છે તેવા દાવા કરાયા છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર નું કહેવું છે કે સરકાર વિકાસ અને રોજગારી ના નામે જુઠાણું ફેલાવી રહી છે અને આ વર્ષે રાજ્ય માં યોજાનારા વાઇબ્રન્ટ સમિટ માં ગુજરાત ના 85 % યુવાનો ને રોજગારી આપવી પડશે. જો સરકાર યુવાનો ને રોજગારી આપવાની જાહેરાત નહિ કરે તો આગામી વાઇબ્રન્ટ નો બહિષ્કાર થશે અને પીએમ નો પણ વિરોધ કરાશે. જો કે અલ્પેસ ઠાકોર ના આ નિવેદન ને દલિત અને પાટીદાર આમ તમામ સમાજે સમર્થન જાહેર કર્યું હતું.


હાલ તો આ આંદોલન ના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા સરકારની આંખ ઉઘડે તે માટે લાખો યુવાનો સાથે બેરોજગાર યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે અને આ યાત્રા આગામી 6 જાન્યુઆરી એ મહેસાણા ના બહુચરાજી ખાતે થી નીકળી ને અમદાવાદ ના ગાંધી આશ્રમ ખાતે સભા સ્વરૂપે પૂર્ણ કરાશે. અને સરકાર વિરુદ્ધ ની રોજગારી ને લઈ વ્યૂહ રચના ત્યાર કરાશે.


First published: January 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर