બેન કઇ રીતે સારા? સવાલના જવાબમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલનું ચલકચલાણું

Haresh Suthar | Pradesh18
Updated: May 25, 2016, 4:04 PM IST
બેન કઇ રીતે સારા? સવાલના જવાબમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલનું ચલકચલાણું
વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પાસ કન્વિનર હાર્દિક પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલને આજે સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. આ સમયે પત્રકારોના સવાલના જવાબમાં બંને નેતાઓએ જાણે કે ચલકચલાણું કરતા હોય એવો ઘાટ જોવા મળ્યો હતો.

  • Pradesh18
  • Last Updated: May 25, 2016, 4:04 PM IST
  • Share this:
મહેસાણા #વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પાસ કન્વિનર હાર્દિક પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલને આજે સાથે કોર્ટમાં રજુ કરાયા હતા. આ સમયે પત્રકારોના સવાલના જવાબમાં બંને નેતાઓએ જાણે કે ચલકચલાણું કરતા હોય એવો ઘાટ જોવા મળ્યો હતો.

અગાઉ  મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ભારોભાર આક્રોશ ઠાલવનાર હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી બેનને લઇને નરમ પડ્યો હોય એવું એના નિવેદન પરથી લાગી રહ્યું છે. નેતૃત્વ પરિવર્તનના ઉઠેલા નારા વચ્ચે હાર્દિક પટેલે પણ નિવેદન આપ્યું હતું કે, બેન સારા છે.

આ સંજોગોમાં આજે હાર્દિક પટેલ અને લાલજી પટેલ બંનેને એક સાથે વિસનગર કોર્ટમાં રજુ કરાતાં પાટીદાર બંને નેતાઓએ એક કોમન સવાલ કરાયો હતો કે બેન કઇ રીતે સારા? તો આ સવાલના જવાબમાં બંને નેતાઓએ રાજકીય જવાબ આપ્યો હતો.

હાર્દિક પટેલને આ સવાલ પુછાયો તો હાર્દિક પટેલે આ સવાલના જવાબમાં એટલું જ કહ્યું હતું કે બેન સરકાર ચલાવે છે એટલે સારા. જ્યારે આ સવાલ લાલજી પટેલનો કરાતાં એમણે કહ્યું હતું કે, હાર્દિકભાઇને પુછો કે બેન કઇ રીતે સારા?
First published: May 25, 2016, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading