મહેસાણા : હનુમંત હેડુવા નજીકથી 29 પાકિસ્તાની ઝડપાયા

Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 9:17 AM IST
મહેસાણા : હનુમંત હેડુવા નજીકથી 29 પાકિસ્તાની ઝડપાયા
મહેસાણા તાલુકાના હનુમંત હેડુવા ગામની સીમ નજીકથી મહિલા બાળકો સહિત 29 પાકિસ્તાની નાગરિકો ઝડપાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં આ લોકો પાસે હજુ એક મહિનો રહેવાના વીઝા હોવાનું પણ સામે આવ્યું છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 21, 2017, 9:17 AM IST
મહેસાણા #મહેસાણા તાલુકાના હનુમંત હેડુવા ગામની સીમ નજીકથી મહિલા બાળકો સહિત 29 પાકિસ્તાની નાગરિકો ઝડપાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં આ લોકો પાસે હજુ એક મહિનો રહેવાના વીઝા હોવાનું પણ સામે આવ્યું છે.

મહેસાણા તાલુકાના હનુમંત હેડુવા ગામ લોકોએ આ અંગે પોલીસને જાણકારી આપી હતી. ગામની સીમમાં કેટલાક લોકો ખુલ્લામાં ટેન્ટ બનાવી રહેતા હોવાથી એમની હિલચાલ શંકાસ્પદ જણાતાં લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં મહિલાઓ, બાળકો સહિત 29 પાકિસ્તાની નાગરિકો હોવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર આ લોકો 5મી જાન્યુઆરીએ અહીં આવ્યા હોવાનું તથા હજુ એક મહિનાના વીઝા હોવાનું સામે આવ્યું છે.

આમ છતાં આ લોકો ગામની બહાર શા માટે રહેતા હતા? એ તપાસનો વિષય છે. પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વીઝા હોવા છતાં તેઓ ગામની સીમમાં કેમ રહેતા હતા? એ ચર્ચા અને ચિંતાનો મુદ્દો બન્યો છે.

(પ્રતિકાત્મક તસ્વીર)
First published: January 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर