મહેસાણા: અન્નપૂર્ણા યોજનાનો લાભ ન મળતાં લાભાર્થીઓનો હંગામો
મહેસાણા: અન્નપૂર્ણા યોજનાનો લાભ ન મળતાં લાભાર્થીઓનો હંગામો
ચાર માસ પૂર્વે અન્નપૂર્ણા યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ માટે ફોર્મ ભર્યું હોવા છતાં યોજનાનો લાભ ન મળતાં લાભાર્થીઓએ ઉગ્ર રજુઆત કરી કચેરી દ્વારા ધક્કા ખવડાવાતા હોવાની રાવ વ્યક્ત કરી હતી. જોકે બાદમાં કચેરી દ્વારા ફોર્મ શોધી કાર્યવાહી કરવાની ખાતરી અપાતાં મામલો થાળે પડ્યો છે.

મહેસાણા #ચાર માસ પૂર્વે અન્નપૂર્ણા યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ માટે ફોર્મ ભર્યું હોવા છતાં યોજનાનો લાભ ન મળતાં લાભાર્થીઓએ ઉગ્ર રજુઆત કરી કચેરી દ્વારા ધક્કા ખવડાવાતા હોવાની રાવ વ્યક્ત કરી હતી. જોકે બાદમાં કચેરી દ્વારા ફોર્મ શોધી કાર્યવાહી કરવાની ખાતરી અપાતાં મામલો થાળે પડ્યો છે.
મહેસાણાના લાંઘણજ ગામે રહેતા પંડયા રાકેશભાઈ કેશવલાલ પરીવારના પાંચ સભ્યો સાથે રહે છે ઉપરાંત મજૂરી કરી પરીવારનું ભરણપોષણ કરે છે. તાજેતરમાં સરકાર દ્વારા ચાલતી અન્નપૂર્ણા યોજના અંતર્ગત ચાર માસ પૂર્વે મામલતદાર કચેરી ખાતે તેઓએ પણ આ યોજનાની કેટેગરીમાં આવતાં હોઈ ફોર્મ ભર્યુ હતું પરંતુ છેલ્લા ચાર માસથી મહેસાણા મામલતદાર કચેરી દ્વારા સિકકા પ્રિન્ટ થઈને નથી આવ્યા કહી વારંવાર લાભાર્થીઓને ધરમધકકા ખવડાવી રહ્યા છે.
અરજદાર સહિત અન્ય લાભાર્થીઓએ આ અંગે રજુઆત કરતાં પૂરવઠા મામલતદારનો ચાર્જ સંભાળતા જીતુભાઈએ આ અરજદારનું ફોર્મ શોધી તાત્કાલીક કાર્ડમાં સિકકો કરી આપતા મામલો થાળે પડયો હતો.
અહીં નોંધનીય છે કે હાલ પણ 50 ટકાથી વધુ લોકોના ફોર્મનો હજી સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ત્યારે પૂરતી વિગતો અને માહિતી સાથે ભરાયેલા આવા ફોર્મ મહિનાઓ સુધી મુકી રાખવામાં આવતા હજજારો લાભાર્થીઓ સરકાર દ્વારા મળતા લાભોથી વંચિત રહી જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર