Home /News /north-gujarat /

કોંગ્રેસને મોટો ઝટકો, મહેસાણા પાટીદાર નેતા કિરીટ પટેલ ભાજપમાં જોડાશે

કોંગ્રેસને મોટો ઝટકો, મહેસાણા પાટીદાર નેતા કિરીટ પટેલ ભાજપમાં જોડાશે

પાટીદાર આગેવાન કિરીટ પટેલ

    કેતન પટેલ, મહેસાણાઃ ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, તમામ પક્ષો વચ્ચે ભારે રસાકસીનો માહોલ જામ્યો છે. તો છેલ્લા એક બે દિવસથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે વિવાદાસ્પદ ટિપ્પણીઓ શરૂ કરવામાં આવી છે. જો કે આ બધાની વચ્ચે પક્ષ પલટું નેતાઓ પણ ધ્યાન ખેંચી રહ્યાં છે. જેમાં મહેસાણામાંથી જાણીતા પાટીદાર નેતા કિરીટ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે.

    મહેસાણા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે, અહીં 72 ચુવાળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ કિરીટ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવવાની તૈયારી કરી રહ્યાં છે. એટલું જ નહીં કિરીટ પટેલ સાથે 8થી 10 હજાર કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે. 12 એપ્રિલ બહુચરાજીમાં યોજાનાર બીજેપીની સભામાં કિરીટ પટેલ ભગવો ધારણ કરશે. આ સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણી, નીતિન પટેલ, ઋત્વિજ પટેલ, રજનીભાઇ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ જાણો જીજ્ઞેશ મેવાણીએ PM મોદી અને અમિત શાહને શું આપી ચેલેન્જ

    ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલ રાજકીય આગેવાનની સાથે સામાજિક આગેવાન પણ છે. કિરીટ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સાથે પણ છે જોડાયેલા. તથા અન્ય કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. જો કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તો મહેસાણા લોકસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gujarat Congress, Gujarat Lok sabha election 2019, Kirit patel, Mahesana, Mahesana S06p04, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन