Home /News /north-gujarat /મહેસાણાઃ યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરી તોડાવી સગાઇ

મહેસાણાઃ યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરી તોડાવી સગાઇ

પ્રતિકાત્મક તસવીર

મહેસાણા જિલ્લાના સતલાસણામાં યુવતીના બિભસ્ત ફોટો વોટ્સ એપ ગ્રુપમાં વાયરલ કરી યુવતીની સગાઇ તોડાવાની ઘટના બની છે.

    કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણા જિલ્લાના સતલાસણામાં યુવતીના બિભસ્ત ફોટો વોટ્સ એપ ગ્રુપમાં વાયરલ કરી યુવતીની સગાઇ તોડાવાની ઘટના બની છે. યુવતીને જે યુવક જોડે સગપણ થયું હતું તેને પણ આ ફોટો મોકલવામાં આવ્યા હતા. યુવકને બિભસ્ત ફોટો મોકલી સગપણ તોડી નાખવાની ધમકી આપવામાં આવી. આ મામલે સતલાસણા પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.

    મળતી માહિતી પ્રમાણે સતલાસણા તાલુકાના કોટહાસણા ગામમાં રહેતા ઉપેન્દ્રસિંહ વનરાજસિંહ ચૌહાણ, હરપાલસિંહરણજીતસિંહ ચૌહાણ અને દશુભા ઉર્ફે દશરથસિંહ કેશરસિંહ ચૌહાણ સામે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, આ આરોપીઓએ ફરિયાદીના ખેતરમાં આવતા જતાં હતા.

    આ વખતે આ આરોપીઓએ યુવતીને રસ્તામાં રોકીને તેની પાસે બિભત્સ માંગણી કરી હતી. તેમજ અગાઉ જેની સાથે સગપણ થયેલું હતું તેને ફોટા મોકલી સગપણ તોડાવી નાખી તથા ફરીથી સગપણ થયું છે તેને ફરી બિભત્સ ફોટા મોકલી સગપણ તોડી નાખવાની અને મારી નાખવાની ઘમકી આપી હતી.

    ધોરણ-12 સાયન્સનું પરિણામ અહીં જાણો :

    આ ઉપરાંત 29 એપ્રિલ 2019ના રોજ ફરિયાદ ખેતરમાં પાણી વાળતા હતા ત્યારે ઉપેન્દ્રસિંહ ચૌહાણ તેમના ખેતરમાં આવ્યો હતો અને ફરિયાદીને માર માર્યો હતો. ફરિયાદીએ બુમો પાડતા સ્થાનિક લોકોએ તેમને છોડાવ્યા હતા. આમ ફરિયાદીએ તમામ યુવકો સામે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Engagement, Group, Photos, Viral, Whatsapp, ઉત્તર ગુજરાત, મહેસાણા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन