અમદાવાદઃફી ઉપરાંત શાળાએ વાલીઓ પાસે ફરજીયાત દાન માગતા વિવાદ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 20, 2017, 11:50 AM IST
અમદાવાદઃફી ઉપરાંત શાળાએ વાલીઓ પાસે ફરજીયાત દાન માગતા વિવાદ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા ફી નિયમન વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યા છતાં પણ ખાનગી શાળાઓ દ્વારા મનસ્વીપણે વાલીઓ પાસે થી ફી વસુલવામાં આવે છે તેવી ફરિયાદ રોજ ની થઇ ગઈ છે. ત્યારે આજે અમદાવાદ આશ્રમ રોડ સ્થિત ગંગાબા શાળા દ્વારા શિક્ષણ ફી ઉપરાંત દાન ના નામ પર ફરજીયાત પણે વાલીઓ પાસે ચેક માંગતા વાલીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો અને જીલ્લા શિક્ષણ અધિકારીની ઓફીસ પર ગંગાબા શાળા વિરુદ્ધ રજૂઆત કરવા વાલીઓ પહોચ્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 20, 2017, 11:50 AM IST
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા ફી નિયમન વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યા છતાં પણ ખાનગી શાળાઓ દ્વારા મનસ્વીપણે વાલીઓ પાસે થી ફી વસુલવામાં આવે છે તેવી ફરિયાદ રોજ ની થઇ ગઈ છે. ત્યારે આજે અમદાવાદ આશ્રમ રોડ સ્થિત ગંગાબા શાળા દ્વારા શિક્ષણ ફી ઉપરાંત દાન ના નામ પર ફરજીયાત પણે વાલીઓ પાસે ચેક માંગતા વાલીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો અને જીલ્લા શિક્ષણ અધિકારીની ઓફીસ પર ગંગાબા શાળા વિરુદ્ધ રજૂઆત કરવા વાલીઓ પહોચ્યા હતા.

gangaba
અમદાવાદ આશ્રમ રોડ પર આવેલ ગંગાબા શાળા દ્વારા એક ચેક ગંગાબા સ્કૂલ ના નામ પર માંગવામાં આવે છે. જેમાં વાલીઓએ રૂપિયા ૨૧,૨૦૦ ની કિંમત ભરવી પડે છે અને બીજો એક ચેક ગંગાબા કન્યાશાળા ટ્રસ્ટ ના નામ પર લેવામાં આવે છે. જેમાં ૧૩,૮૦૦ રૂપિયા ભરવા પડે છે. ત્યારે આજે વાલીઓ દ્વારા ગંગાબા શાળા દ્વારા લેવામાં  આવતી બેફામ ફી નો વિરોધ કર્યો છે.
એક તરફ સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે અને તમામ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં જાણકારી પણ આપી દેવામાં આવી છે. તેમ છતાં શાળા દ્વારા અવનવા ડોનેશન ના કીમિયા ના નામ પર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફી કરતા વધુ ફી વસુલવામાં આવતી હોવાના પગલે વાલીઓ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોચ્યા અને શાળા સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ કરી છે.
First published: April 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर