કડીના લ્હોમાં 70 વર્ષ બાદ સામાજિક ભાઇચારોઃ આભડછેટનું બેસણું રખાયું

News18 Gujarati
Updated: May 22, 2019, 5:15 PM IST
કડીના લ્હોમાં 70 વર્ષ બાદ સામાજિક ભાઇચારોઃ આભડછેટનું બેસણું રખાયું
લ્હોર ગામમાં આભડછેડનું રખાયું બેસણું

કડીના લ્હોર ગામના તમામ દલિતો તથા નવસર્જન ટ્રસ્ટ દ્વારા આ આભડછેટના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Share this:
કેતન પટેલ મહેસાણાઃ મહેસાણા તાલુકાના કડી તાલુકાના લ્હોર ગામે તાજેતરમાં જ ગામના દલિત યુવાનના લગ્નના વરઘોડા મામલે ભારે વિવાદ થવા ગયો હતો. જેમાં ગામના બિન દલિત સમાજે ગામમાંથી યુવાનના લગ્નના વરઘોડોને કાઢવા સહિત અનાજ પાણી ન આપવાથી સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેના પગલે દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.

જ્યારે આ સમગ્ર મામલે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દલિત સમાજ આ સામાજિક બહિષ્કારનો શિકાર બનવું પડી રહ્યું છે. તે અનુસંધાને કડી તાલુકાના લ્હોર ગામમાં આજે બુધવારે આભડછેટ બેસણું રાખવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે કડીના લ્હોર ગામના તમામ દલિતો તથા નવસર્જન ટ્રસ્ટ દ્વારા આ આભડછેટના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજ પર રાખવામાં આવતી ધ્રુણા અને સામાજિક બહિષ્કારનો ભોગ આવનારા સમયમાં ન થાય તે માટે ગામના દલિત વિસ્તારની પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કડી તાલુકાના લ્હોર ગામના લોકો મોટી સંખ્યામાં આ આભડછેટના બેસણામાં હાજર રહ્યા હતા.

ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી લોકો અહીં ખાસ હાજરી આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખાસ હાકલ કરવામાં આવી હતી અને પત્રિકા પણ વ્હેંચતી કરવામાં આવી હતી. જેમાં 70 વર્ષ બાદ પણ બિનદલિત સમાજ દલિત સમાજ પર આભડછેટ રાખે છે તે દૂર કરીને સમાજીક સમરસતા આવે તેવા પ્રયાસ ટ્રસ્ટ સહિત ગામ અને દલિત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દલિત આગેવાનો પણ હાજર રહેવા ગયા હતા.

આમતો મહેસાણાના કડી વિધાનસભા સીટએ અનુસૂચિત કરવામાં આવી છે. અને તેજ વિધાનસભામાં આજે કોંગ્રેસ અને ભાજપના અનુસૂચિત જાતિના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. તેવામાં આ માસ મોટો માંડવો અને સ્ટેજ સહિત પર આજે ગામ અને સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજ હાજર હતો.

 
First published: May 22, 2019, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading