Home /News /north-gujarat /

Mehsana news: વિદેશ જવાની લાલચ યુવતીને ભારે પડી, મહેસાણાનો ચેતવણીરૂપ કિસ્સો

Mehsana news: વિદેશ જવાની લાલચ યુવતીને ભારે પડી, મહેસાણાનો ચેતવણીરૂપ કિસ્સો

મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન

Mehsana crime news: મહેસાણા શહેરમાં માનવ આશ્રમ ચોકડી નજીક એક યુવતીને (girl) વિદેશ જવાની લાલચમાં છેતરપિંડીનો (fraud) ભોગ બની છે ઓનલાઈન (online) સર્ફિંગમાં  વેબસાઈટ ઉપર સર્ચ બાદ યુવતીને અજાણ્યા મોબાઈલ નંબરથી દિપક લહેરી નામના ઇસમે સંપર્ક કર્યો હતો.

વધુ જુઓ ...
    કેતન પટેલ, મહેસાણાઃ ગુજરાતમાં (Gujarat) અનેક એવા લોકો હશે જે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોય છે અને આ જ વિદેશ જવાની ઈચ્છા તેમને કોઈક દિવસ તેમને મોંઘી પણ પડતી હોય છે અનેક વખત લોકો વિદેશ જવાની લાલચમાં આવી અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે ત્યારે આવી જ કઈક ઘટના મહેસાણામાં (mehsana) બની છે. જેમાં એક મહિલાને વિદેશ જવાની ઈચ્છા ભારે પડી છે અને આ યુવતી સાથે વિદેશ લઇ જવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

    મહેસાણા શહેરમાં માનવ આશ્રમ ચોકડી નજીક એક યુવતીને વિદેશ જવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બની છે ઓનલાઈન સર્ફિંગમાં  વેબસાઈટ ઉપર સર્ચ બાદ યુવતીને અજાણ્યા મોબાઈલ નંબરથી દિપક લહેરી નામના ઇસમે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ યુ.કે.વર્ક પરમીટ વિઝા ફાઇલ કરી આપવાનું કહી દિપક લહેરી નામના ઇસમે મહેસાણા  યુવતી પાસેથી રૂપિયા 6.08  લાખ ખંખેરી લીધા હતા.

    જોકે વર્ક પરમીટ વિઝા મેળવવા યુવતીએ પ્રયાસ કર્યો ત્યારે અજાણ્યા ઈસમ દિપક લહેરીનો સંપર્ક થતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આથી યુવતી દ્વારા મહેસાણા સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતીઓ ખાસ કરીને વિદેશ જવાના ખુબજ શોખીન હોય છે.

    આ પણ વાંચોઃ-Republic dayના દિવસે જ કરુણ ઘટના! અરવલ્લીના મોડાસામાં કારનું ટાયર ફાટતા મહિલા શિક્ષિકાનું મોત

    અનેક ગુજરાતીઓની ઈચ્છા  હોય છે કે તે પણ વિદેશ જાય અને ડોલર કમાય પરતુ અનેક વખત ગુજરાતીઓ વિદેશ જવાની લાલચમાં આવી છેતરાતા હોય છે. મહેસાણામાં પણ આ જ રીતે વિદેશ જવાની લાલચમાં એક યુવતી છેતરાઇ છે અને તેને 6  લાખ કરતાં વધુ રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં જે લોકો વિદેશ જવા માંગતા હોય તેઓ પણ અનેક વસ્તુઓનું ધ્યાન રાખે આવી કોઈ લાલચમાંનાં આવે તેનુ ધ્યાન રાખવું જોઈએ.

    આ પણ વાંચોઃ-Ahmedabad news: પતિએ પત્નીના ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરી, આરોપીએ પોલીસને જણાવ્યું હત્યાનું કારણ

    ઉલ્લેખનીય છે કે અત્યારે યુવક અને યુવતીઓમાં વિદેશમાં જઈને રૂપિયા કમાવવાની લાલચ જાગી છે. કોઈના કોઈ પ્રકારે વિદેશમાં જઈને રૂપિયા રળવા જવાની લાલચ કેટલાક કિસ્સાઓમાં યુવક-યુવતીઓને ભારે પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં એજન્ટો પણ લોકોનો ફાયદો ઉઠાવીને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાના અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. ત્યારે મહેસાણાની યુવતી સાથે બનેલી છેતરપિંડીની ઘટના લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો ગણી શકાય.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Gujarati news, Mehsana news

    આગામી સમાચાર