ક્ષેત્રિય ખાણોની સમસ્યા અને પ્રશ્નોને લઇને રાજસ્થાન સુધી લાંબા નહિ થવું પડે

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 24, 2017, 4:56 PM IST

ગાંધીનગરઃ કેન્દ્રીય ખાણ ખનીજ વિભાગ દ્રારા નવી ઓફીસનું ઉદઘાટન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખાણખનીજ વિભાગના કેન્દ્રીય સચિવ બલવિન્દર કુમાર હાજર રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ નવી કચેરીથી ગુજરાતની ક્ષેત્રિય ખાણોની સમસ્યા અને પ્રશ્નોને લઇને રાજસ્થાન સુધી લાંબા નહિ થવું પડે. ગુજરાતમાં જ તેનો ઉકેલ આવી જશે.

જો કે સાથે જ તેમણે દાવો કર્યો હતો કે ગેરકાયદેસર માઇનીંગનો મુદ્દો સમગ્ર દેશમાં છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ ગેરકાયદેસર માઇનીંગ થાય છે અને તેનું નુકસાન સરકારને થાય છે. જો કે આ કાર્યક્ષેત્ર રાજ્ય સરકારનું હોવાથી કેન્દ્ર સરકારનો તેમાં કોઇ રોલ રહેતો નથી.

ફાઇલ તસવીર
First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर