127 ભૂતપૂર્વ સૈનિકોનો રાષ્ટ્રપ્રેમ : 'કોવિડ યોદ્ધા' તરીકે ઉત્તર ગુજરાતમાં આપી રહ્યા છે અવિરત સેવા


Updated: May 25, 2020, 8:22 AM IST
127 ભૂતપૂર્વ સૈનિકોનો રાષ્ટ્રપ્રેમ : 'કોવિડ યોદ્ધા' તરીકે ઉત્તર ગુજરાતમાં આપી રહ્યા છે અવિરત સેવા
મહેસાણા જિલ્લા પોલીસ લૉકડાઉનની સખત અમલવારી કરાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ  છે

મહેસાણા જિલ્લા પોલીસ લૉકડાઉનની સખત અમલવારી કરાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ  છે

  • Share this:
મહેસાણા : કોવિડ વાયરસ સંક્રમણને પગલે આપેલા લૉકડાઉનનું સંપૂર્ણ  પાલન થાય તે માટે સ્થાનિક પોલીસ તંત્ર તો કટિબદ્ધ છે જ સાથે-સાથે કેટલાક ભૂતપૂર્વ સૈનિકો પણ પોલીસને વહારે આવ્યા છે.

મહેસાણા જિલ્લા પોલીસ લૉકડાઉનની સખત અમલવારી કરાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ  છે. જિલ્લામાં લૉકડાઉન દરમિયાન તકનીકી પ્રધ્ધતિ અને સતત પેટ્રોલીંગ,પોલીસ બંદોબસ્ત કરીને 17 હજારથી વધુ કેસો સાથે જિલ્લો અગ્રેસર રહ્યો છે. વધુમાં જિલ્લામાં કોઇપણ પ્રકારના વ્યક્તિ ઘર્ષણ સિવાય જિલ્લાના ચાર હજારથી વધુ પોલીસ કર્મયોગીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના માર્ગદર્શનથી ફરજ બજાવી છે ત્યારે આ રાષ્ટ્રની સેવામાં મહેસાણામાં 68 માજી સૈનિકો પણ જોડાયા હતા.

મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મયોગીઓની સાથે કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે જિલ્લામાં નિવૃત સૈનિકો પણ જોડાયા હતા. સરહદની સેવા કરીને નિવૃત થયેલા આર્મીના જવાનો દેશની અંદરના કોરોના નામના અદશ્ય દુશ્મનથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસની સાથે મળીને શહેરોમાં ફરજ બજાવી રહ્યા છે. વિશ્વ આખુ કોરોનાની મહામારીથી પીડાઇ રહ્યું છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લા સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં નિવૃત જવાનો સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે. લોકોને લૉકડાઉનનો અમલ કરવા સમજાવી રહ્યા છે. તેમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેન લિમ્બાચીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - ઈદની ઉજવણી પહેલા અનેક ઘરોમાં માતમ! રાજ્યમાં નવા 394 કોરોના પોઝિટિવ કેસ, 29ના મોત

મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેનભાઇ લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે, મહેસાણામાં 68, બનાસકાંઠામાં 45 અને પાટણમાં 14 મળી જિલ્લામાં 127 નિવૃત સૈનિકો કોરાના યોધ્ધા બની રાષ્ટ્રસેવામાં જોડાયા હતા.

નિવૃત્ત સૈનિકો કોરોનાના પગલે લૉકડાઉનમાં પોલીસની મદદ કરી કોરોનાની જંગમાં પોતાની સેવા આપી રહ્યા છે. દેશ સેવા જ જેનો જીવન મંત્ર બની ગયો છે તેવા આ જવાનો નિવૃતિના સમયગાળામાં દેશ પર આવેલી આફતના સમય દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનવા અને પોતાની ફરજ અદા કરવા તત્પર બન્યા છે.પૂર્વ સૈનિક દેવેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે, જ્યારે દેશને જરૂર પડે અમે દેશસેવા માટે તૈયાર છીએ. ભારત દેશની સેવા એજ અમારો જીવનમંત્ર છે. દેશ સેવામાં નિવૃતિ હોય જ નહી. દેશની હાકલ થાય એટલે સૈનિક ફરજ પર હાજર થઈ જાય એ સૈનિકનો સ્વભાવ છે. આ જ્યારે પોલીસ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે અમે પણ અમારી સ્વૈચ્છિક ફરજ સમજી રાષ્ટ્ર સેવા કરી છે.

આ પણ જુઓ - 
First published: May 25, 2020, 8:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading