Home /News /north-gujarat /

દૂધસાગરના માનેસર પ્લાન્ટમાં ચોરી અટકાવવા જતાં ગાર્ડ પર હુમલો

દૂધસાગરના માનેસર પ્લાન્ટમાં ચોરી અટકાવવા જતાં ગાર્ડ પર હુમલો

દૂધસાગર ડેરીના હરિયાણા માનેસર પ્લાન્ટના કર્મચારીઓ હડતાળ પર

મહેસાણા દૂધસાગર ડેરીના હરિયાણા માનેસર પ્લાન્ટના કર્મચારીઓ હડતાળ પર છે

    કેતન પટેલ, મહેસાણા: મહેસાણા દૂધસાગર ડેરીના હરિયાણા માનેસર પ્લાન્ટના કર્મચારીઓ હડતાળ પર છે. માનેસર પ્લાન્ટમાં મહેસાણાના રહીશો નોકરી કરે છે, જ્યાં ચાર દિવસ પહેલાં કર્મચારીને પરપ્રાંતીય લોકોએ માર મારતા મામલો બિચકયો હતો.

    જેના વિરોધમાં ચાર દિવસથી કર્મચારીઓ હડતાળ પર છે. જ્યારે દૂધ સાગર ડેરીએ કામ બંધ કરતાં કર્મચારીઓની બદલી કરી છે. દૂધ સાગર ડેરી દ્વારા મહેસાણા ખાતે 85 કામદારોની બદલી કરાઈ છે. પરંતુ કર્મચારીઓ મહેસાણા ન આવવા મક્કમ છે.

    શું છે સમગ્ર ઘટના?

    દૂધસાગર ડેરીના માનેસર પ્લાન્ટમાં દૂધની ચોરી થતી અટકાવવા જતાં ડ્રાઇવરોએ ગુલાબસિંહ નામના સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. આ ઘટના બની ત્યારે ત્યાં કર્મચારી યુનિયન પ્રમુખ સંજય ચૌધરી સહિતના લોકો હાજર હતા. જે બાદ ત્યાંના કર્મચારીઓ દ્વારા સુરક્ષાના કારણોસર વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે બે પ્લાન્ટના 85 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ સતત આજે ચોથા દિવસે પણ કર્મચારીઓ દ્વારા પોતાની માગણીઓ સાથે હડતાળ કરવામાં આવી રહી છે. તેમનો મુખ્ય મુદ્દો સુરક્ષાનો છે.

    આ ઘટના બાદ સવાલ ઊભા થઇ રહ્યાં છે કે, કર્મચારીઓને સુરક્ષાની ખાતરીને બદલે બદલી કેમ કરાઇ, કર્મચારીઓને સુરક્ષાની ખાતરી કેમ ન આપી, હુમલાખોરો સામે પગલાં કેમ ન લેવાયા? માગણીઓને લઇને કર્ચમારીઓ હડતાળ પર છે. જ્યારે કર્મચારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

    આ પણ વાંચો: બનાસકાંઠા: રસ્તામાંથી મળેલા રૂ. 5 લાખના દાગીના માલિકને પરત કર્યાં

    કર્મચારી યુનિયન પ્રમુખ સંજય ચૌધરીએ જણાવ્યું કે, અમારા કર્મચારીને ડ્રાઇવરોએ માર માર્યાો હતો. અમારી બદલી કરી દેવામાં આવી છે. એટલા માટે અમે હડતાળ પર છીએ. આજે ચોથો દિવસ થઇ ગયો. અમારી મુખ્ય માંગણી સુરક્ષાની છે. બીજી માગણી એ છે કે, અમે ગુજરાતથી દૂર અહીં હરિયાણામાં રહીએ છીએ તો કંપનીની અંદર સાદા ફોનની પરવાનગી હોવી જોઇએ. અમારી બદલી રોકવામાં આવે. સાથે જ જ્યાં સુધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Continue, Dudhsagar Dairy, Workers, હડતાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन