270 કરોડના ડ્રગ્સ રેકેટમાં કિશોરે કર્યો ચોકાવનારો ખુલાસો,આવી રીતે થઇ ડીલ

VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 7:23 PM IST
270 કરોડના ડ્રગ્સ રેકેટમાં કિશોરે કર્યો ચોકાવનારો ખુલાસો,આવી રીતે થઇ ડીલ
અમદાવાદઃ ગુજરાત એટીએસના હાથે આવેલ કિશોરસિંહની પુછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે.એટીએસે મનોજ જૈનથી લઈ વિક્કી ગોસ્વામી સુધીની લાઈન કિશોરની પુછપરછમાં શોધી કાઢ્યુ છે.કંઈ રીતે થઈ હતી ડીલ અને કોણા કહેવાથી કિશોરે વિક્કી સુધીની લાઈન ચલાવી તે બહાર આવ્યું છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 7:23 PM IST
અમદાવાદઃ ગુજરાત એટીએસના હાથે આવેલ કિશોરસિંહની પુછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે.એટીએસે મનોજ જૈનથી લઈ વિક્કી ગોસ્વામી સુધીની લાઈન કિશોરની પુછપરછમાં શોધી કાઢ્યુ છે.કંઈ રીતે થઈ હતી ડીલ અને કોણા કહેવાથી કિશોરે વિક્કી સુધીની લાઈન ચલાવી તે બહાર આવ્યું છે.

એટીએસ હાલ કિશોરસિંહની પુછપરછ કરી રહી છે ત્યારે તેની પુછપરછમાં બહાર આવ્યુ છે કે 60 કરોડની રકમ મનોજ જૈન નથી ભરી શક્યો જેથી તેની ફેકટરી સીલ થઈ ગઈ હતી.મનોજે આ વાતની જાણ પોતાના મિત્ર જય મુખીને કરી હતી અને જયમુખીએ કિશોર સાથે વાત કરી હતી.કિશોરને ખ્યાલ હતો કે મનોજની ફેકટરીમાં ડ્રગ બને છે.કિશોર સિંહ રાઠોડને વાત મળતા તે પોતાના નાનપણનો મિત્ર વિક્કી ગોસ્વામીને મળવા કેન્યા પહોંચી ગયો હતો.મોમ્બાસામાં બન્નેની મિટિંગ થઈ હતી અને મનોજની ફેકટરીમાં રહેલ ડ્રગની સામે 60 કરોડ આપવા વિક્કી તૈયાર થઈ ગયો.

ત્યાર બાદ મોમ્બાસાના બિલટજ હોટલમાં વિક્કી,કિશોર,જય મુખી અને મનોજની મિટિંગ થઈ હતી.વિક્કીએ મનોજને દેવાથી બહાર લાવવાની સાથો સાથ એફેડ્રીન ડ્રગ બજારમાં વેચાણ બાદ તેમાથી જે ફાયદો થાય તેમા હિસ્સો લેવાની વાત કરી હતી અને જેમાં મનોજ તૈયાર થઈ ગયો હતો.

કિશોરે જણાવ્યુ છે કે 2000 કરોડના ડ્રગને કલર લેસ કરીને દરિયા માર્ગે કેન્યા મોકલવા ડીલ થઈ હતી.ડીલ પ્રમાણે પહેલો જથ્થો અમદાવાદ આવ્યો અને એફેડ્રીનથી મેથાફેટામાઈન બનાવવા કાર્યવાહી થઈ રહી હતી ત્યારેજ ગુજરાત એટીએસે દરોડા પાડી 270 કરોડના ડ્રગ ઝડપી પાડ્યો.ત્યાર બાદ તપાસમાં મોનજ જૈનનુ નામ સામે આવ્યુ અને જેમાં મહારાષ્ટ્ર પોલીસે પણ સોલાપુરમાં રેડ કરી  એફેડ્રીન ઝડપી પાડ્યો.આ તમામ ડ્રગને કેન્યા પહોંચાવવાની જવાબદારી કિશોરસિંહની હતી અને મળતી માહિતી પ્રમાણે કેન્યાથી આ ડ્રગ યુરોપિયન દેશોમાં જવાનુ હતુ પરંતુ ગુજરાત એટીએસ પર્દાફાશ કરી દીધો.

ફાઇલ તસવીર

First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर