મહેસાણા : આ સાંભળ્યા પછી તમને કદાચ વિશ્વાસ નહિં આવે. પરંતુ આ હકિકત છે. આ કરોડપતિ શ્વાન રહે છે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા પંચોટ ગામમાં. અહીં શ્વાનનો જન્મ થાય ત્યારથી જ તે કરોડપતિ બની જાય છે. અહીના જમીનદાર પણ શ્વાન છે. જે કરોડપતિ છે. આ શ્વાન ગામમાં એક ટ્રસ્ટના નામ પર પડેલી જમીનથી કરોડો રૂપિયા કમાય છે. છેલ્લા એક દશકાથી જ્યારથી અહીં મહેસાણા બાયપાસ બન્યો છે. ત્યારથી અહીની જમીનનો ભાવ આસામાને પહોંચી ગયો છે. જેનો સૌથી મોટો ફાયદો થયો છે ગામાના શ્વાનોને.
આ છે શ્વાનની કમાણીનો રસ્તો
ગામમાં એક ટ્રસ્ટ 'મઢની પતી કુતરિયા ટ્રસ્ટ' પાસે 21 વીધા જમીન છે. પરંતુ આ જમીનમાંથી થતી તમામ આવક આ શ્વાનોના નામ પર કરી દેવામાં આવે છે. બાયપાસ સ્થિત આ જમીનની કિંમત અંદાજીત 3.5 કરોડ રૂપિયાએ એક વિઘો છે. ટ્રસ્ટ પાસે અંદાજીત 70 શ્વાન છે. એટલે કે દરેક સ્વાનના હિસ્સામાં 1-1 કરોડ રૂપિયા આરામથી આવે છે. અહીં શ્વાના ભરણપોષણ માટે જમીન દાન કરવાની પરંપરા ચાલી આવે છે, અને આ પરંપરાને કારણે આજે શ્વાનના ભરણપોષણ માટે મોટી સંખ્યામાં જમીન ભેગી થઇ છે.
અહીં વાવણી પહેલા બેંક દ્વારા ટ્રસ્ટની જમીનના દરેક પ્લોટની હરાજી કરવામાં આવે છે. જે સૌથી વધારે બોલી લગાવે તેને એક વર્ષ માટે જમીન પર ખેતી કરવાનો હક મળે છે. હરાજીમાંથી 1 લાખ રૂપિયા મળે છે. જેને શ્વાનના ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દાન પાછુ લેવામાં આવતું નથી
ટ્રસ્ટના અધ્યક્ષ છગનભાઈ પટેલનું કહેવું છે કે, પટેલ ખેડૂતોના એક સમુહે 70-80 વર્ષ પહેલા જમીનનું રખોલું કરવાનું શરૂ કર્યું હતું. આશરે 70 વર્ષ પહેલા ટ્રસ્ટ પાસે જમીન આવી હતી. જ્યારથી જમીનના ભાવ વધવા લાગ્યા ત્યારથી જમીન દાનમાં અપાતી બંધ થઈ ગઈ. ભલે તેની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય પરંતુ કોઈ પણ સામાજિક કામ માટે દાનમાં આપવામાં આવેલી જમીન પાછી લેતા નથી.