પતિ વિકાસકામો કરવા દેતા નથીઃમહેસાણા પાલિકા પ્રમુખ સામે સત્તાધારી કોંગ્રેસના સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 24, 2017, 6:57 PM IST
પતિ વિકાસકામો કરવા દેતા નથીઃમહેસાણા પાલિકા પ્રમુખ સામે સત્તાધારી કોંગ્રેસના સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત
મહેસાણાઃમહેસાણા નગર પાલિકાના મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. ઈનવર્ડ નંબર 1032થી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ છે.કોંગ્રેસ પ્રમુખ સામે કોંગ્રેસના 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત નપાના ચીફ ઓફિસર સમક્ષ દાખલ કરતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.નપામાં કુલ 44 સભ્યો પૈકી કોંગ્રેસના 29, ભાજપના 15 સભ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 24, 2017, 6:57 PM IST
મહેસાણાઃમહેસાણા નગર પાલિકાના મહિલા પ્રમુખ નિમિષાબેન પટેલ  સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. ઈનવર્ડ નંબર 1032થી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ છે.કોંગ્રેસ પ્રમુખ સામે કોંગ્રેસના 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત નપાના ચીફ ઓફિસર સમક્ષ દાખલ કરતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.નપામાં કુલ 44 સભ્યો પૈકી કોંગ્રેસના 29, ભાજપના 15 સભ્યો છે.
કોર્પોરેટરોનો આરોપ છે કે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ મનસ્વી વહિવટ કરે છે અને પ્રજાએ ચુંટેલા તમામ સભ્યો ઉપર વેરભાવ રાખે છે તેમજ પાલિકા પ્રમુખના પતી વારંવાર વહીવટમાં દખલગીરી કરી વિસ્તારના કામો કરવા દેતા નથી. અમારા વિસ્તારમાં વિકાસ કામો અંગે કહીએ તો અસભ્ય શબ્દોમાં વાત કરે છે અને કામો ન થાય તેવા પ્રમુખ ખોટા અભિપ્રાયો આપે છે.
First published: April 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर