Home /News /north-gujarat /

નીતિન ભાઈએ કર્યો જીતનો દાવો, કહ્યું-અનામત આંદોલન કરનારાઓ કોંગ્રેસીઓ

નીતિન ભાઈએ કર્યો જીતનો દાવો, કહ્યું-અનામત આંદોલન કરનારાઓ કોંગ્રેસીઓ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કડીમાં પોતાનો વોટ આપ્યો હતો. તેઓ કોંગ્રેસના ઉમેદવાદ જીવાભાઈ પટેલની વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યાં છે. નીતિન પટેલે પાટીદારો પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, પાટીદારો ભાજપ સાથે જ છે. નીતિનભાઈએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પાટીદારોનું શરૂઆતનું આંદોલન અલગ રીતે હતો પરંતુ પાછળથી તેમા રાજકારણ, કોંગ્રેસીઓ, કોંગ્રેસના પૈસા, કોંગ્રેસની બુદ્ધિ અને કોંગ્રેસનું માર્ગદર્શનું માર્ગદર્શન આવ્યું અને આખું આંદોલન કોંગ્રેસ માટે જ ચાલ્યું હોય તેમ કોંગ્રસના એજન્ટ તરીકે કામ કરતાં લોકોથી પાટીદારના સમજુ માણસ સમજી ગયા અને તેમનાથી છૂટા પડી ગયા હતા. નીતિન પટેલે કહ્યું કે, આ આંદોલનને તમે પાટીદાર આંદોલન ના કહો કેમ કે આંદોલન કરનારાઓ બધા કોંગ્રેસના એજન્ટો છે અને કોંગ્રેસીઓ જ છે. આમ આખુ સમાજ પણ અનામત માટે આંદોલન કરનારાઓને કોંગ્રેસીઓ સમજીને જ મતદાન કરશે. તે

નીતિન પટેલે પોતાની સિટ પર ઉભેલા ઘણાબધા ઉમેદાવારો અને તેમની જીત વિશે કહ્યું કે, મારી જીત તો નિશ્ચિત છે, અને જેને લોકશાહિ કરવી હોય છે તેઓ કરતાં હોય છે. કેટલાક લોકો પેપરમાં નામ આવે ટીવીમાં ફોટો આવે તે માટે પણ ઉમેદવારી નોંધાવતા હોય છે. આમ આવા શોખથી ઘણા લોકો ઉમેદવારી નોંધાવતા હોય છે અને બધાનો અધિકાર છે. અંતે નીતિન ભાઈ પટેલે પોતાના જીતની દાવેદારી કરી હતી.

આજે બીજા તબક્કાનું મતદાન થવાનું હોઈ મહેસાણાના મતદારો વહેલી સવારથી જ મતદાન બૂથ પર પહોંચી ગયા છે. ઠંડીના ચમકારા વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના મતદાનમાં રાજકીય પક્ષોના 93 વિધાનસભાની બેઠકોના ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગેલું છે. સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક મતદાનની લાઈન લાગી છે, તો ક્યાંક સવારથી જ ઈવીએમમાં ખામીની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ગુજરાતમાં અનેક મતદાન બૂથ પરથી ઈવીએમમાં ખામીના સમાચારો સવારથી જ આવવાની શરૂઆત થઈ ગઈ છે. 2 કલાકની અંદર સરેરાશ 9.6 ટકા મતદાન થયું હોવાનુ જાણવા મળ્યું હતું. જ્યારે કે, એક કલાકની અંદર 6 ટકા સરેરાશ મતદાન થયું હતું.
First published:

Tags: Assembly Polls 2017, Gujarat Assembly Election, Gujarat assembly election 2017, Gujarat Assembly Polls, Gujarat Election 2017, Gujarat Polls, Gujarat Polls 2017, Gujarat Vidhan Sabha Chunav, Gujarat Vidhan Sabha Election, ગુજરાત, ગુજરાત ચૂંટણી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन