મમતા મરી પરવારી? મોઢેરા પાસે નર્મદા કેનાલમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું

News18 Gujarati
Updated: March 15, 2020, 9:02 AM IST
મમતા મરી પરવારી? મોઢેરા પાસે નર્મદા કેનાલમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું
નર્મદાની મુખ્ય કેનાલના સાયફનનાં ગેટમાં ફસાયેલું મૃત નવજાત બાળક મળી આવ્યું હતું.

નર્મદાની મુખ્ય કેનાલના સાયફનનાં ગેટમાં ફસાયેલું મૃત નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઇ છે.

  • Share this:
મહેસાણા : રાજ્યમાં અવારનવાર નવજાત બાળકો (new born baby) લાવારિસ હાલતમાં મળી આવતા હોય છે. ત્યારે માની મમતા મરી પરવારી હોય તેવા દાખલા સામે આવે છે. ત્યારે મોઢેરા નજીક માત્રાસણ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના (Narmada canal) સાયફનનાં ગેટમાં ફસાયેલું મૃત (dead) નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઇ છે. જેનો કબજો મોઢેરા પોલીસે લઇને મહેસાણા સિવિલમાં પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું. આ મામલે મોઢેરા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃત બાળકી ફસાયેલી હતી

મળતી માહિતી પ્રમાણે, બહુચરાજીનાં માત્રાસણ ગામે કેનાલના સાયફન 310/300ના ગેટ નંબર 6માં શુક્રવારે સાંજે મૃત નવજાત બાળક ફસાયેલું દેખાયું હતું. જેથી ફરજ પરનાં ચોકીદારે મોઢેરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ફૂલી ગયેલા બાળકની લાશ મહેસાણા સિવિલમાં લાવી પેનલ તબીબથી પીએમ કરાવ્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : ગૂગલ સર્ચમાંથી નંબર મેળવી ફોન કર્યો, સાઇબર ગઠિયાએ લિંક આપી હજારો રૂપિયા ઉપાડી લીધા

આ અંગે મોઢેરા પીઆઇ એસ.જે. પટેલે કહ્યું કે, આ વિસ્તારની આંગણવાડી અને આશાવર્કર બહેનોને એકઠી કરી ગર્ભવતી મહિલાઓ અને ડિલિવરી થઇ હોય તેવી મહિલાની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે આ વિસ્તારનાં દવાખાનાઓમાં પણ તપાસ કરી છે. કોઇનું બાળક ગુમ થયું હોય તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : પતિએ બાળક માટે પત્ની પર અત્યાચાર કર્યો, પાંચ પાંચ વાર IVF કરાવતા પત્નીની ફરિયાદનવસારીમાં પણ દુખદ ઘટના આવી સામે

ગઇકાલે અન્ય એક આવો જ દુખદ કિસ્સો સામે આવ્યો હતો. નવસારી જિલ્લા જલાલપોર ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટી નજીક ગાંધીની વાડીમાંથી બિનવારસી તાજી જન્મેલી ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. બાળકી જ્યારે મળી ત્યારે શ્વાનોએ આખો ડાભો પગ અને તેના અંગો ફાડી ખાધા હતા. આ બાળકીની હાલત સ્થાનિક લોકોને ખબર પડતા નવસારી પોલીસની મદદથી બાળકીને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ દર્દથી કણસતી બાળકીએ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. હાલ આ મામલે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 15, 2020, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading