Home /News /north-gujarat /

મહેસાણા: લ્હોર ગામમાં દલિત સમાજે યોજ્યું આભડછેટનું બેસણું

મહેસાણા: લ્હોર ગામમાં દલિત સમાજે યોજ્યું આભડછેટનું બેસણું

દલિત સમાજે આ સામાજિક બહિષ્કારનો શિકાર બનવું પડ્યું હતું

સમગ્ર મામલે અનાજ પાણી ગામ લોકોએ ન આપવાને લઈને સામાજિક બહિષ્કાર કરતા દલિત સમાજ માં ભારે નારાજગી

    કેતન પટેલ, મહેસાણા: કડી તાલુકાના લ્હોર ગામના દલિત સમાજ દ્વારા આભડછેટનું બેસણું રાખવામાં આવ્યું હતું. આઝાદીના 70 વર્ષ બાદ પણ દલિત અને બિન દલિત સમાજ વચ્ચે આભડછેટ ના મામલા ને લઈ ને આજે લ્હોર ગામે આભડછેટ નાબુદી ને લઈ ને બેસણા નું આયોજન કરવામાં આવ્યું હતું.

    મહેસાણા તાલુકાના કડી તાલુકાના લ્હોર ગામે તાજેતરમાં જ ગામના દલિત યુવાનના લગ્નના વરઘોડા મામલે ભારે વિવાદ થવા ગયો હતો. જેમાં ગામના બિન દલિત સમાજે ગામમાંથી યુવાનના લગ્નનો વરઘોડો ન કાંઢવા સહિત તે સમગ્ર મામલે અનાજ પાણી ગામ લોકોએ ન આપવાને લઈને સામાજિક બહિષ્કાર કરતા દલિત સમાજ માં ભારે નારાજગી જોવા મળી હતી. જેને લઈને તંત્ર જાગ્યું હતું અને ડેપ્યુટી સી.એમને દખલ અંદાજી કરીને મામલો થાળે પડ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે 5 વ્યક્તિ સામે ફરિયાદ પણ દાખલ થવા ગઈ હતી પરંતુ, દલિત સમાજે આ સામાજિક બહિષ્કારનો શિકાર બનવું પડી રહ્યું છે તે એનુંસધાને કડી તાલુકાના લ્હોર ગામમાં આજે આભડછેટ બેસણું રાખવા માં આવ્યું હતું.

    કડીના લ્હોર ગામના તમામ દલિતો તથા નવસર્જન ટ્રસ્ટ દ્વારા આ આભડછેટના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજ પર રાખવામાં આવતી ધુરણ અને સામાજિક બહિષ્કારનો ભોગ આવનારા સમયમાં ન થાય તે માટે ગામના દલિત વિસ્તારની પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લ્હોર ગામના લોકો મોટી સંખ્યામાં આ આભડછેટ ના બેસણા માં હાજર રહ્યા હતા.



    ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી લોકોએ અહીં ખાસ હાજરી આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખાસ હાકલ કરવામાં આવી હતી અને પત્રિકા પણ વ્હેંચતી કરવામાં આવી હતી. આઝાદીના 70 વર્ષ બાદ પણ બિન દલિત સમાજ દલિત સમાજ પર આભડછેટ રાખે છે તે દૂર કરીને સમાજીક સમરસતા આવે તેવા પ્રયાસ ટ્રસ્ટ સહિત ગામ અને દલિત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

    આમ તો મહેસાણાના કડી વિધાનસભા સીટ એ અનુસૂચિત કરવામાં આવી છે અને તેજ વિધાનસભામાં આજે કોંગ્રેસ અને ભાજપના અનુસૂચિત જાતિના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે, તેવામાં આ મસ મોટો માંડવો અને સ્ટેજ સહિત પર આજે ગામ અને સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજ હાજર હતો પરંતુ એક પણ ધારાસભ્ય આ જગ્યા પર ફરક્યો નહીં અને આભડછેટના બેસણામાં હાજરી ન આપીને આ ગરીબ એવા દલિત સમાજને આભડછેટથી દૂર કરવાની કોશિશ ન કરતા અનેક સવાલો ખડા કરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Dalits untouchable, Lhor village, Protest, કડી, મહેસાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन