મહેસાણાઃ વાળંદને માર મારવાનો મામલોઃ નોંધાઇ ફરિયાદ, સમજાના લોકો રેલી કાઢશે

News18 Gujarati
Updated: June 25, 2018, 9:19 PM IST
મહેસાણાઃ વાળંદને માર મારવાનો મામલોઃ નોંધાઇ ફરિયાદ, સમજાના લોકો રેલી કાઢશે
દલિતના વાળ કાપવાના મામલે વાણંદ પર હુમલો કરવામાં આવ્યો હતો

મહેસાણા જિલ્લાના ઉમરેચા ગામમાં દલિત યુવકના વાળ કાપવાના મુદ્દે વાળંદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે લાંબા વિલંબ બાદ ફરિયાદ નોંધી છે.

  • Share this:
મહેસાણા જિલ્લાના ઉમરેચા ગામમાં દલિત યુવકના વાળ કાપવાના મુદ્દે વાળંદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે લાંબા વિલંબ બાદ ફરિયાદ નોંધી છે. યુવકે સમગ્ર ઘટનામાં યોગ્ય માંગની માંગણી કરી છે. ઉમરેચા ગામે બનેલી આ ઘટનામાં પોલીસે ક્યાંના ક્યાંક ભીનું સંકેલ્યું હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. આ ઉપરાંત લિમ્બચ યુવા સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણા ફૂવારા ખાતે સમાજના લોકો એકત્ર થશે અને રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે. સંઘઠન અધ્યક્ષ જસવંત શર્માની અધ્યક્ષતામાં રેલી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના સતલાસણાના ઉમરેચા ગામે એક દલિત યુવકના વાળ કાપવાના મામલે વાળંદને લાકડી વડે ફટકારવામાં આવ્યો હતો. જ્યા અચાનક જ 30થી 40 લોકોનું ટોળું ઉમટી પડ્યુ હતુ અને સતિષભાઈ નામની વ્યકિત પર હુમલો કર્યો હતો. અને તેને બચાવવા જતા માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.

ઇજાગ્રસ્ત સતિષભાઇ ઉમરેચા ગામના રહેવાસી છે. તેઓ વર્ષોથી કોમ્પ્યુટર રિપેરીંગનું કામ કરી રહ્યા છે. આ ઘટનામાં સતિષભાઇને પહેલા હુમલો કરવાની ધમકી પણ મળી હતી. આ શખ્સોએ પહેલા કહ્યું હતું કે, "તમારે કોઇ દલિત સમાજનું કામ કરવાનું નહી."

હાલ આ ઘટનામાં સતિષભાઇ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે દલિતના વાળ કાપવાના મામલે મારા માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉમરેચા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પાટણના હારીજમાં સરેલ ગામે દલિત પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમા અજાણ્યા શખ્શોએ ત્રાટકી મહિલાના મો પર ઘા ઝીંક્યા હતા.
Published by: Ankit Patel
First published: June 25, 2018, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading