મહેસાણામાં અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો, બે પોલીસકર્મી ઘાયલ

News18 Gujarati
Updated: January 11, 2018, 12:05 PM IST
મહેસાણામાં અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો, બે પોલીસકર્મી ઘાયલ
ફિલ્મીઢબે થયેલી અથડામણમાં કાર ચોરી કરતી ગેંગે પોલીસ પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ફિલ્મીઢબે થયેલી અથડામણમાં કાર ચોરી કરતી ગેંગે પોલીસ પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો.

  • Share this:
મહેસાણાઃ મહેસાણામાં વોટરપાર્ક પાસે અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટીમ અને કાર ચોર ગેંગ વચ્ચે ફિલ્મીઢબે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે પોલીસ કર્મી અને એક આરોપી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે પાંચમાંથી ચાર આરોપીની ધરપકડ કરી છે. બુધવારે મોડીરાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ જ્યારે કાર ચોર ગેંગને પકડવા ગઈ હતી ત્યારે તેના પર હુમલો થયો હતો. હુમલામાં બંને તરફથી ફાયરિંગ થયું હતું. જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વોટરપાર્ક પાસે પોલીસ અધિકારી જે.એન.ચાવડાની ટીમ પર કાર ચોરી કરતી ગેંગે હુમલો કર્યો હતો. કાર ચોર કરતી ગેંગ અડાલજ ખાતે પોલીસની ગાડીને ટક્કર મારીને ભાગી હતી. બાદમાં પોલીસે અમીપુરા ગામ પાસેથી આરોપીઓની ઝડપી પાડ્યા હતા. પોલીસે હાલમાં પાંચમાંથી ચાર આરોપીને ઝડપી લીધા છે.

અથડામણમાં ક્રાઇમબ્રાંચના અધિકારી જે.એન.ચાવડાને પગ અને મોઢાના ભાગે ઇજા પહોંચી છે. અથડામણમાં ચાવડા ઉપરાંત એક અન્ય પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો છે. બંનેને સારવાર માટે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઘાયલ થયેલા એક આરોપીને પણ સારવાર માટે વી.એસ લાવવામાં આવ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: January 11, 2018, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading