Home /News /north-gujarat /

મહેસાણામાં loot live video: કુરિયર કર્મચારીઓને માર મારી, IELTSના પેપરોની લૂંટ ચલાવી

મહેસાણામાં loot live video: કુરિયર કર્મચારીઓને માર મારી, IELTSના પેપરોની લૂંટ ચલાવી

મહેસાણા સીસીટીવી

Mehsana Crime News: મહેસાણા શહેરમાં એક કુરિયર કંપની (Courier company) ઓફિસમાં રાત્રિ દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ 4 ઇસમો દ્વારા પેપરની ચોરી કરવામાં આવી છે કોઈ વિચારી નહિ શકે તેવો આ કિસ્સો બન્યો છે.

    કેતન પટેલ, મહેસાણાઃ મહેસાણા શહેરમાં (Mehsana) આવેલ માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલમાં (Sardar Patel Complex) ગતરોજ કુરિયરની ઓફિસમાંથી IELTSના પેપરોની લૂંટ મચાવવામાં આવી હતી. ઉતર ગુજરાતમાં (North Gujarat) વિદેશમાં જવાનો ક્રેઝ યુવાનોમાં ખાસો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સોના ચાંદી, દાગીના કે રોકડ રકમની લૂંટ કરવામાં આવતી હોય છે અને અનેક વિસ્તારમાં આવી ધટનાઓ બનતી  હોય છે. પરંતુ મહેસાણા શહેરમાં એક કુરિયર કંપની (Courier company) ઓફિસમાં રાત્રિ દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ 4 ઇસમો દ્વારા પેપરની ચોરી કરવામાં આવી છે. કોઈ વિચારી નહિ શકે તેવો આ કિસ્સો બન્યો છે.

    ગુજરાત એમાં પણ ઉતર ગુજરાતમાં વિદેશમાં જવાનો કેઝ યુવાનોમાં ખાસો જોવા મળી રહ્યો છે. કુરિયરની ઓફિસમા કર્મચારીઓ સાથે મારામારી કરીને અને તોડફોડ કર્યા બાદ વિદેશ ભણવા જવાની એક્ઝામ  IELTSના પેપરોની ચોરી કરવામા આવી છે.

    આ પણ વાંચોઃ-Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

    મહેસાણા શહેરમાં આવેલ માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલમાં ગતરોજ કુરિયર ની ઓફિસમાંથી IELTSના પેપરોની લૂંટ મચાવવામાં આવી છે કુરિયર ઓફિસમાં ગત મોડી રાત્રી દરમિયાન સ્કોર્પિયોમાં આવેલા ઈસમો દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી હતી.



    જેમાં મહેસાણા શેહરનાં માલ ગોડાઉન વિસ્તારમાં આવેલી  બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયર ઓફિસમાં કર્મચારીઓને માર મારી તોડફોડ કરી કુરિયર ઓફિસ માં હુમલા બાદ લૂંટ પેપર લૂંટ ચલાવવામાં આવી હતી IELTS પેપરના 3 બંડલ આ ઇસમો ઉઠાવી ગયા હતા.

    આ પણ વાંચોઃ-Surat: લૂંટનો Live video, તમંચાની અણીએ લૂંટારુઓએ દુકાનદાર પાસેથી રૂ.30 હજાર લૂંટી લીધા

    આ મામલે કુરિયર ઓફિસ  ઇન્ચાર્જ ભાવેશ પટેલે દ્વારા શહેર  બી.ડિવિઝન પો.સ્ટે.માં સ્કોર્પિયોમાં આવેલ 4 ઇસમો સામે ફરીયાદ નોધાવવામાં આવી છે સમગ્ર ઘટના નાં  હાલમાં સીસીટીવી સામે આવ્યા છે પોલીસ દ્વારા હાલમાં સીસીટીવી ની મદદથી આ લૂંટારુંઓ ને શો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Guajarati news, Loot cctv, Mehsana news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन