મહેસાણા : ખેરાલુના આ ગામમાં છે 'દમ,' નથી પડવા દીધાં Coronaના 'કાળા કદમ'

મહેસાણા : ખેરાલુના આ ગામમાં છે 'દમ,' નથી પડવા દીધાં Coronaના 'કાળા કદમ'
કડક નિયમોના કારમે ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં, અન્ય ગામ માટે દાખલારૂપ

મહેસાણા જિલ્લામાં અંદાજીત 9 એવા ગામો છે જ્યાં કોરોના હજુ પ્રવેશ કરી શક્યો નથી, અન્ય ગામડાંઓએ અનુસરવા જેવા છે આ ગામના ખાસ નિયમ

 • Share this:
  કેતન પટેલ, મહેસાણા :  મહેસાણા જિલ્લાનું  ખેરાલુ તાલુકાનું મહેકુબપુરા (Mehkubpura Town Mehsana)  ગામ છે આજદિન સુધી કોરોના મુક્ત (Coronavirus free Village). આ ગામ  કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ અને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન પણ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં અંદાજીત 9 એવા ગામો છે જ્યાં કોરોના હજુ પ્રવેશ કરી શક્યો નથી. જેમાં બહુચરાજી તાલુકાનું એક ગામ અજબપુરા, જોટાણા તાલુકાના બે ગામ છાલેસરા અને ધંધાલપુર, ખેરાલુ તાલુકાનું મહેકુબપુરા, સતલાસણા તાલુકાના 5 ગામ ડુંગરપુર-ગલાલપુર-કરી-રંગપુર-કજીપૂર ગામનો કોરોનામુક્ત ગામોનો સમાવેશ થાય છે.

  જિલ્લાના આ ગામો પૈકી ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામની વાત કરીએ તો આ ગામમાં 1480 કુલ વસ્તી છે. આ ગામની સારી બાબત એ સામે આવી રહી છે કે કોરોનાનો એક પણ કેસ પહેલી કે બીજી લહેર માં નોંધાયો નથી. તેમ છતાં આ ગામના લોકો કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન પણ કરી રહ્યા છે. આથી આ ગામ જિલ્લાના અન્ય ગામ માટે દિશા સૂચક ગામ બન્યું છે.  ખેરાલુ તાલુકાના કોરોના મુક્ત ગામ મહેકુબપુરા ગામમાં 1480 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ગામમાં કોરોનાનું સંક્રમણ ન હોવા છતાં કોરોના ગાઈડ લાઈનનું પાલન લોકો સ્વેચ્છાએ કરી રહ્યા છે. ગામમાં લોકો ની સતર્કતા ને કારણે આ ગામમાં કોરોનાની એન્ટ્રી શક્ય બની નથી. ગામની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે.

  આ પણ વાંચો : અમદાવાદ : 'હવસખોર ચોકીદાર' રજિસ્ટરમાંથી મેળવતો યુવતીઓનાં નંબર, મોકલતો હતો બીભત્સ સંદેશા

  લોકો બિન જરૂરી એકત્ર થતા નથી અને માસ્ક ફરજીયાત પહેરી સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્ત પાલન પણ કરે છે અને બિન જરૂરી આસપાસ ના ગામો કે શહેરો માં જવાનું પણ ટાળે છે આ તમામ સાવચેતી આ ગામ અને ગામના લોકો રાખતા હોવાથી કોરોના મહામારીથી આ ગામ 100% બચી શક્યું છે.

  મહેસાણા જિલ્લાના ગામોમાં પણ કોરોનાએ જ્યારે અજગરી ભરડો લીધો છે ત્યારે મહેસાણા જિલ્લાના અને ખેરાલુ તાલુકાના મહેકુબપુરા ગામ કોરોના સંક્રમણ થી ગામલોકોની સાવચેતીથી બચી શક્યું છે.

  આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

  આ ગામમાં લોકો જાતે જ જાગૃત બન્યા છે, મૂકયા છે આકરા પ્રતિબંધો
  • ગામમાં કોઈ સામાજિક તેમજ ધાર્મિક આયોજનો અને મેળાવડા કોરોના જ્યારે ગુજરાતમાં પ્રવેસ્યો ત્યારથી સ્વયંભૂ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  • ગામમાં ઓટલા બેઠક પર પણ પ્રતિબંધ છે.

  • ત્યારે આ ગામનું કોઈ અન્ય શહેર થી મહેકુબપુરા આવે તો તેને 1 અઠવાડિયું જાતે જ હોમ કોરેન્ટાઇન થવું પડે છે.

  • આ કારણોસર બહારથી આવતું કોરોનાનું સંક્રમણ અટકાવી શકવામાં ચોક્કસ સફળતા મળી છે.

  Published by:Jay Mishra
  First published:May 15, 2021, 18:23 pm

  ટૉપ ન્યૂઝ