ન્યૂઝ18 ગુજરાતી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણામાં સભા સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ વખતની ચૂંટણી કોઇ ઉમેદવાર વચ્ચે નથી. આ વખતની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચેની નથી. આ વખતની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ 5 વર્ષ પ્રમાણિકતાથી કામ કર્યું છે. આ વખતે ચોર લોકો ચોકીદારને ચોર બનાવવા બેઠા છે. આના પહેલા મનમોહન સરકારમાં કૌભાંડો પર કૌભાંડો થયા છે. એક તરફ રાષ્ટ્રવાદ છે તો બીજી તરફ પરિવાર વાદ છે.
તેમણે કહ્યું કે, આ દેશના વડાપ્રધાન સરદાર પટેલ હોત તો કાશ્મીરનો પ્રશ્ન જ ના થયો હોત. આતંકવાદની સમસ્યા ના હોત. ઉપરાંત તેમણે ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તમે મજબૂરીમાં ભેગા થયા છો. શંભુ મેળો લઇને દરેક પક્ષ નીકળ્યો છે. તે પોતાના વડાપ્રધાન જાહેર કરે. મતદારો નક્કી કરે કે મત કોને આપવાનો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન દરમિયાન રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભાજપે 7 મહિલાઓને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે માત્ર એક મહિલાને ટિકિટ આપી છે.
રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ જ્યારે જ્યારે આવી છે ત્યારે ગરીબી અને મોંઘવારી લાવી છે. જેમ માછલી પાણી વગર તરશે છે તેમ કોંગ્રેસ સત્તા માટે તરશે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર