Home /News /north-gujarat /

મહેસાણા કોલેજમાં વિદ્યાર્થીની પર એસિડ હુમલો,વિદ્યાર્થીઓનો પથ્થરમારો,ભારેલો અગ્નિ

મહેસાણા કોલેજમાં વિદ્યાર્થીની પર એસિડ હુમલો,વિદ્યાર્થીઓનો પથ્થરમારો,ભારેલો અગ્નિ

મહેસાણાઃ મહેસાણામાં આવેલ નાગલપુર કોલેજમાં આજે સવારે એક વિદ્યાર્થીની પર બે યુવક દ્વારા એસિડ હુમલો કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થીની પગથી લઇ માથા સુધી દાજી જતા ગંભીર રીતે ઘવાઇ છે. જેને હોસ્પિટલમાં ખસેડાઇ છે. જો કે કયા કારણસર આ એસિડ હુમલો કરાયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મહેસાણાઃ મહેસાણામાં આવેલ નાગલપુર કોલેજમાં આજે  સવારે એક વિદ્યાર્થીની પર બે યુવક દ્વારા એસિડ હુમલો કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થીની પગથી લઇ માથા સુધી દાજી જતા ગંભીર રીતે ઘવાઇ છે. જેને હોસ્પિટલમાં ખસેડાઇ છે. જો કે કયા કારણસર આ એસિડ હુમલો કરાયો તેની પોલીસે તપાસ હાથ ધરી છે. એસિડ હુમલો કરનાર યુવકનું નામ હાર્દિક પ્રજાપતિ છે. કોલેજમાં ફસ્ટયરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર હુમલો કરાયો હતો.

mehsana

ગુજરાતમાં મહિલાની સુરક્ષાઓ પર લાંછન લગાડતી આ ઘટના સામે આવી છે. જો કે એસિડ એટેક કરનાર યુવકને રૂમમાં બંધ કરી પોલીસ હવાલે કરાયા છે. જ્યારે આ ઘટનાથી ઉશ્કેરાયેલા નાગલપુર કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ પથ્થરમારો કરી અને બાઇક પણ સળગાવી હતી. ગંભીર રીતે ઘવાયેલી 18 વર્ષીય વિદ્યાર્થીનીને સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

૧૮ વર્ષીય કાજલ પ્રજાપતિ આજે સવારે નાગલપુર કોમર્સ કોલેજથી બાહર નીકળી રહી હતી. તેવામાં હાર્દિક પ્રજાપતિ નામના યુવકે તેની પર એસીડ ફેકતા યુવતી ગંભીર રીતે દાઝી હતી. જેને મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે એસીડ ફેકનાર યુવક હાર્દિક પ્રજાપતિને કોલેજના વિદ્યાર્થીઓએ ઝડપી લઈને રૂમમાં પૂરી દેતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. જાણવા મળેલ માહિતી મુજબ યુવતી પર એસીડ ફેકનાર યુવક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. અને છેલ્લા એક વર્ષથી તેને પરેશાન કરતો હતો. અને આ યુવક કાજલ પ્રજાપતિના કૌટુંબિક ભાભીનો ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
First published:

Tags: એસિડ એટેક, ગુજરાત, પથ્થરમારો, મહેસાણા, વિદ્યાર્થીની, વિવાદ, હોસ્પિટલ

આગામી સમાચાર