મહેસાણા : મોબાઇલની દુકાનમાંથી તસ્કરોએ રૂપિયા 9 લાખનો માલ ચોર્યો, ઘટના CCTVમાં કેદ

મહેસાણા : મોબાઇલની દુકાનમાંથી તસ્કરોએ રૂપિયા 9 લાખનો માલ ચોર્યો, ઘટના CCTVમાં કેદ
તસ્કરોનો વીડિયો સીસીટીવીમાં થયો છે કેદ

જુઓ CCTV Videoમાં કેવી રીતે બુકાનીધારી ચાર તસ્કરોએ મોબાઇલ શોપને બનાવી નિશાને, રાત્રિ કર્ફ્યૂમાં તસ્કરો બેફામ

  • Share this:
    કેતન પટેલ, મહેસાણા : મહેસાણા (Mahesana) જિલ્લાના કડી (Kadi) શહેરમાં તસ્કરો (Thieves) બેફામ બન્યા છે. આ બેફામ તસ્કરોએ પોલીસના ડર વગર બુકાની બાંધીને રાત્રિ કર્ફ્યૂમાં એક મોબાઇલ દુકાનને નિશાન (Theft in Mobile Shop) બનાવી હતી. તસ્કરોએ મોબાઇલ દુકાનનું શટર ઉંચું કરી અને દુકાનમાંથી 8 લાખ રૂપિયાના મોબાઇલ સહિત 9 લાખ રૂપિયાની મતા ચોરી છે. જોકે, આજકાલ દરેક દુકાનોમાં સીસીટીવી વીડિયોની (CCTV Video) સુવિધા હોવાના કારણે તસ્કરોની ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

    બનાવની વિગતો એવી છે કે કડીના ગાંધી ચોક વિસ્તારમાં ખોડિયાર ચેમ્બર્સમાં આવેલી રાજ મોબાઇલ શોપની મોબાઇલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. આ દુકાનમાં ચોરી થતા સવારે જ્યારે માલિક આવ્યા ત્યારે શટર તૂટેલું હતું અને દુકાનમાંથી મોબાઇલ ચોરાયા હતા. માલિકે આ ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાધ ધરી સીસીટીવી ચકાસ્યા હતા.



    આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

    આ પણ વાંચો : સુરત : 'મને મરવું છે મારો હાથ છોડી દો,' તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલા યુવકનો ફોટો જર્નાલિસ્ટે જીવ બચાવ્યો

    આ તસ્કરો મોઢે બુકાની બાંધી દુકાનનું શટર ઉંચું કરીને પ્રવેશ્યા હતા અને અંદર જઈને તેમણે 7.94 લાખની કિંમતના 81 મોબાઇલ, રૂપિયા 62 હજારની કિમંતની મોબાઇલની એસેસરીઝ અને રૂપિયા 21 હજારનું ટેબ્લેટ, રૂપિયા 22 હજારની ઘડિયાળ મળીને કુલ રૂપિયા 9 લાખની મત્તાની ચોરી કરી હતી.



    ચોરીના દૃશ્યો સીસીટીવી વીડિયોમાં પણ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. રાત્રિ કર્ફ્યૂના કારણે લોકોની આવનજાવન ન હોવાથી તસ્કરોને જાણે કે મોકળું મેદાન મળી ગયુ હોય તેવો ઘાટ સર્જાયો છે.

    આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

    આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મો

    સીસીટીવીની જાણ થતા પોલીસે વેપારી રાજેશ ભાઈ પટેલની ફરિયાદ નોંધી છે. પોલીસે સીસીટીવી કેમેરાના વિઝ્યુઅલના આધારે ચાર તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે. જોકે, રાત્રિ કર્ફ્યૂમાં તસ્કરોએ લાભ ઉઠાવી આ ઘટનાને અંજામ આપતા કડીમાં હાહાકાર મચી ગયો છે.
    Published by:Jay Mishra
    First published:May 10, 2021, 15:03 pm

    ટૉપ ન્યૂઝ