કેશની કકળાટઃ ઉત્તર ગુજરાતમાં સંખ્યાબંધ ATM 'કેશલેસ'

News18 Gujarati
Updated: April 16, 2018, 9:36 AM IST
કેશની કકળાટઃ ઉત્તર ગુજરાતમાં સંખ્યાબંધ ATM 'કેશલેસ'

  • Share this:
છેલ્લા બે-ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં સંખ્યાબંધ લએટીએમ કેશલેસ થઈ ગયા છે, મતલબ કે એટીએમમાં કેસ ન હોવાના કારણે બંધ હાલતમાં પડી રહ્યા છે. જેના કારણે રહિશો હેરાન-પરેશાન થઈ ગયા છે. એક બાજુ સરકાર ડિઝિટિલ થવાની વાત કરે છે, ત્યારે બીજી બાજુ એટીએમમાં નાણાંના અબાવે લોકોને બેન્કોની લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બનવું પડ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સંખ્યાબંધ એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. હિંમતનગરમાં અંદાઝે 34 એટીએમ છે. જે પૈકી પાછલા ત્રણ-ચાર દિવસથી એટીએમમાંથી કેશ ખાલી થઈ ગઈ છે. તો કેટલાક એટીએમના શટર પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રોકડ માટે રઝળતા લોકો પરેશાન થઈ ગયા છે. આ સમસ્યા અંગે સરકાર યોગ્ય પગલા ભરે તેવી સ્થાનિકો રાહ જોઈ રહ્યાં છે.

બનાસકાંઠામાં પણ પાણી બાદ હવે રોકડની પણ અછત સર્જાઈ છે. એક તરફ લગ્નસરાની સિઝન પહેલા ખરીદી થઈ રહી છે. ત્યારે પાલનપુરમાં મોટાભાગના એટીએમ બંધ છે. અથવા તો તેમાંથી રોકડ નિકળતી નથી. જેના લઈ લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. પાલનપુરમાં છેલ્લા અઠવાડિયાથી લોકો નોટબંધી બાદની સ્થિતિ જેવો સામનો કરી રહ્યાં છે. રિઝર્વ બેંકમાંથી રોકડનો પૂરતો જથ્થો ન મળતા એટીએમમાં લોડ કરાયો નથી. જેના પગલે મુસાફરો, હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ ખરીદી માટે આવેલા લોકો હેરાન થઈ ગયા છે.

આ બાજુ પાટણ જીલ્લામાં પણ એટીએમમાં કેસના અબાવે લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના તમામ ATM બંધ હાલત થઈ ગયા છે. લોકો ATM પર નાણાં માટે જાય છે, પરંતુ પડે છે ધરમ ધક્કો. છેલ્લાં 3 દિવસથી ATM સેન્ટરોમાં રૂપિયા ખૂટી પડ્યા છે. લોકોને નાણાંની અછત સર્જાઈ છે.

બીજીબાજુ મહેસાણા જીલ્લામાં પણ કેશની મોટી અછત સર્જાઈ છે. બેંકો બાદ હવે ATM પણ શોભના ગાંઠિયા બની ગયા છે. જિલ્લાના અનેક ATM પર કેશ વિડ્રોવ ન થતી હોવાથી પરેશાની વધી રહી છે. બેંકો દ્વારા વાર્ષિક ATM ચાર્જ વસુલતી બેંકો ગ્રાહકોને છેતરતી હોવાની રાવ ઉઠી છે. કેશ લેશ ATMથી આર્થિક વ્યવહારો પણ અટવાઈ પડ્યા છે. પોતાના છતાં રૂપીયે લોકો કંગાળ અને બેંકો માલામાલ જેવો ભાવ ઉભો થઈ રહ્યો છે.
First published: April 15, 2018, 10:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading