Home /News /north-gujarat /

મહેસાણા હાઇવે પરથી વેપારીના અપહરણ બાદ કરાઇ હત્યા

મહેસાણા હાઇવે પરથી વેપારીના અપહરણ બાદ કરાઇ હત્યા

અપહરણ બાદ સંજય મુલાણી નામના વેપારીની કરાઈ હત્યા

    ઉનાવા પાસે સિદ્ધપુરના વેપારીનું અપહરણ કરીને હત્યા થઇ છે. જેનો મૃતદેહ ઉનાવાની આલ્ફા હોટલ પાસેથી મળી આવ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે મહેસાણાના ઉનાવા નજીક સિદ્દપુરના વેપારીનો મૃતદેહ મળ્યો છે. આ વેપારીનું નામ સંજય મુલાણી જાણવા મળી રહ્યું છે. પહેલા આ વેપારીનું મહેસાણા હાઇવે પરથી અપહરણ કર્યું હતું. કારમાં આવેલા બે શખ્શોએ અચાનક આવીને વેપારીનું અપહરણ કર્યું હતું. ત્યાર પછી તેમણે વેપારીની હત્યા કરીને તેઓ ફરાર થઇ ગયા હતાં. આ મામલે ઉનાવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડ્યો છે. હવે તેના પરિવાર અને ધંધા સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવશે.

    આ ઘટનાની જાણ થતાં વેપારીઓમાં ડર વ્યાપી ગયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પરથી ઘટનાની તપાસ કરવામાં આવશે. આ હત્યા પાછળનું કારણ હજી અકબંધ છે. પોલીસને મળતી કડીઓથી તેમની તપાસ આગળ વધારશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujrat, Mahesana, ગુનો, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन