મહેસાણા : પ્રેમલગ્ન કરનાર બહેન-બનેવીનું યુવતીના ભાઈએ કરાવ્યું અપહરણ, 5 લાખની ખંડણી માંગી

મહેસાણા : પ્રેમલગ્ન કરનાર બહેન-બનેવીનું યુવતીના ભાઈએ કરાવ્યું અપહરણ, 5 લાખની ખંડણી માંગી
પોલીસે ઝડપી પાડેલા શખ્સો

'કહાની ફિલ્મી હે' મેહસાણા પોલીસે અપહરણ મામલે 'પાટણ ગેંગ'ને ફિલ્મોની કહાણીની જેમ ઝડપી પાડી, મુખ્યસૂત્રધાર જય પટેલ સહિત 5 શખ્સો ફરાર

 • Share this:
  કેતન પટેલ, મહેસાણા : 21મી સદીમાં પ્રેમ લગ્ન (Love Marriage) ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે હજુ પણ ગ્રામિણ વિસ્તારોમાં પ્રેમ લગ્ન સામાજિક દૂષણના ધબ્બા સમાન છે. જોકે, દેશના કાયદા પ્રમાણે પુખ્ત યુવક-યુવતીને પોતાની મરજીથી લગ્ન કરવાની છૂટ પરંતુ અનેકવાર આવા કિસ્સામાં પરિવારની મરજી ન હોવાથી ગુનાહિત કૃત્યો (Crime) થઈ જાય છે. આવો જ એક ગુનાહિત કિસ્સો મહેસાણામાં (Mehsana) સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર એક બહેનને તેના પતિ સાથે સગા ભાઈએ કિડનેપ (Kidnapping) કરી લીધી હતી અને છૂટાછેડાના કાગળો પર સહી કરવા દબાણ કર્યુ હતું. શરમજનક બાબત તો એ એ હતી કે જો છૂટાછેડા ન આપવા હોય તો બનેવી પાસે રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. જોકે, મેહસાણા પોલીસે આ મામલે ફિલ્મી ઢબે અપહરણકર્તા 'પાટણ ગેંગ'ના 5 શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે યુવતીનો ભાઈ અને અન્ય 5 શખ્સો ફરાર છે.

  બનાવની વિગતો એવી છે કે મેહસામાના રાધનપુર રોડ પરની સ્વસ્તિક રેસીડન્સીમાં રહેતા પારસ નાયીએ બે મહિના પહેલાં ઊંઝાના અમુઢ ગામની યુવતી જીનલ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી નારાજ જીનલનો ભાઈ જય પટેલ પ્રતિશોધની આગમાં ખદખદી રહ્યો હતો અને તેણે યેનકેન પ્રકારે આ લગ્નનું ભંગાણ કરાવવાનો નિર્ધાર કરી લીધો હતો.  આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

  મુખ્ય આરોપી જય પટેલે કેટલાક શખ્સો સાથે મળી રવિવારે ઈકો કાર લઈને બનેવીના ઘરે તોડફોડ કરી હતી અને બહેન-બનેવીનું અપહરણ કર્યુ હતું. આ ઘટનાની જાણ પારસના મોટા ભાઈને થતા તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી.

  અપહરણકારોએ યુવકની બહેન પાસે માંગી ખંડણી

  મામલો જિલ્લા પોલીસ વડા ડૉ. ગોહિલ સુધી પહોંચતા તેમણે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ અને તાલુકા પીએસઆઈ સહિતની ત્રણ ટીમ તૈયાર કરાવી અને અપહરણકારોની ચુંગાલમાંથી યુગલને છોડાવવાની સૂચના આપી હતી. દરમિયાન અપહરણકારોએ પારસ નાયીના આસામમાં રહેતા બહેનને ફોન કરીને રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. આથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમની શોધખોળ શરૂ કરી હતી.

  આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

  પોલીસે કાર રોકાવી અપહરણકારો ખેતરમાં દોડ્યા

  દરમિયાન આ સખ્સોને લૉકેશન પાટણના ખેરાલુની આસપાસનું હોવાનું જાણવા મળતા પોલીસે આ વિસ્તારને ફેંદી લીધો હતો. પોલીસે પાસે અપહરણકારોની ઈકો કારનો નંબર હતો જે જીજે 01Hx 9294 હતો આથી પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી અને નાકાબંધમાં હતી ત્યારે આ કારને આવતી જોઈ રોકાવી હતી ત્યારે તેમાંથી કેટલાક શખ્સો બહાર નીકળી અને ખેતર તરફ દોડ્યા હતા.

  આ પણ વાંચો : મહેસાણા : મોબાઇલની દુકાનમાંથી તસ્કરોએ રૂપિયા 9 લાખનો માલ ચોર્યો, ઘટના CCTVમાં કેદ

  પોલીસે આ શખ્સોને ખેતરમાંથી દોડીને પીડિતા તેમજ તેના પતિને પકડ્યા હતા. દરમિયાન પીડિતાએ કહ્યું હતું કે હજુ એક ઈકો કાર પાછળથી આવી રહી છે ત્યારે આ કાર GJ 01 RV 9087 પોલીસને જોઈને ઊભી પૂછડીએ ભાગી હતી. પોલીસે આ કારનો પણ ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. 6 શખ્સો આ કાર મૂકીને ભાગ્યા તેમાંથી 4 પકડાઈ ગયા હતા.

  પાટણના શખ્સો ઝડપાયા, એક તો બાળકિશોર નીકળ્યો

  પોલીસે આ મામલે રણજીત ઠાકોર, નિકુલજી ઠાકોર, જશવંતજી ઠાકોર, સિદ્ધરાજજી ઠાકોર, કરણજી રાજપૂત અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને ઝડપી પાડ્યો હતો. આ તમામ શખ્સો 20-26 વર્ષની ઉમરના છે અને પાટણનાં ગામડાઓમાં રહે છે.

  આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

  જોકે, આ લોકો મદદગારીમાં હતા જ્યારે મુખ્ય સૂત્રધાર જય મહેન્દ્ર પટેલ અને 5 શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે કિડનેપરો પાીસેથી રોકડ, ગાડી અને મોબાઇલ મળઈને કુલ રૂપિયા 4.44 લાખનો મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો. આમ મહેસાણા પોલીસની સતર્કતા અને આગવી સૂઝબૂઝના લીધે અમંગળ થતા બચી ગયું હતું.
  Published by:Jay Mishra
  First published:May 11, 2021, 13:29 pm

  ટૉપ ન્યૂઝ