Home /News /north-gujarat /મહેસાણાઃ અંધ પ્રેમીએ અંધ પ્રેમિકાને જીવતી સળગાવવાનો કર્યો પ્રયાસ

મહેસાણાઃ અંધ પ્રેમીએ અંધ પ્રેમિકાને જીવતી સળગાવવાનો કર્યો પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર

પ્રેમિકાએ પ્રેમીને ઘરે જવાની વાત કરી હતી. જેના પગલે પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. આમ તેણે પ્રેમિકાની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

    કેતન પટેલ, મહેસાણા

    મહેસાણા જીલ્લાનું બહુચરાજી ગામ આમ તો વિશ્વ માં યાત્રાધામ બહુચરાજી માતાજીના નામથી પ્રચલિત છે. પરતું આ વખત આ બહુચરાજી માતાજીના યાત્રિક ભવનમાં એક અંધ પ્રેમીએ સામાન્ય બાબતમાં ઉશ્કરાઈ જતા પોતાની અંધ પ્રેમિકાને પહેલા છરીના ધા મારી અને ત્યાર બાદ કેરોસીન છાંટી સળગાવવાની કોશિશ કરી હતી.

    મહેસાણા જીલ્લાના બહુચરાજીમાં બનેલ અંધ પ્રેમી દ્વારા અંધ પ્રેમીકાને સળગાવવાનો પ્રયાસ હાલ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. વાત એવી છે કે બહુચરાજી મંદિર હસ્તકની પોપટ વષા યાત્રિક ભવનમાં ૦૪ ડીસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના રાજસીતાપુરના પરમાર લાલુભાઈ તેમજ તારાબેન ટુંડિયા લાંભા અમદાવાદના બંને અંધ આ ધર્મશાળા ની ૧૦૮ નંબરની રૂમમા રોકાયા હતા. રાત્રે ૧૨ વાગ્યા આજુબાજુ બુમાબુમ સંભળાતા ધર્મશાળાનો સ્ટાફ તેમની રૂમ તરફ દોડી ગયા હતા. જોવા મળ્યું કે બંને સળગતા હતા આથી તેમને બચાવવાનોનો પ્રયત્ન કરી તેમને ૧૦૮ની મદદથી બહુચરાજી સિવિલમા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવારની જરૂર લગતા મહેસાણા રીફર કરાયા હતા.

    બહુચરાજી પોલીસને આ બાબતે જાણ કરતા બહુચરાજી પોલીસ ઘટના સ્થળે પહોચી રૂમ તપાસ કરતા રૂમમાં સોફા સેટ તેમજ બેડ સળગેલો જોઈ તેમજ લાઈટ બોર્ડ પણ સળગેલું જોઈ પ્રાથમિક તબક્કે તેમને રૂમ મા શોર્ટ સરકીટ ને કારણે ઘટના બની હોય તેવું લાગ્યું હતું. પરંતુ રૂમમા દીવાલો ઉપર લોહીના છાંટા ઉડેલા તેમજ રૂમ તેમજ બહાર લોહીના રેલા જોઈ રૂમમાં અંદરો અંદર બંને વચ્ચે ઝગડો થયો હોવાનું જણાતા રૂમને બંધ કરી FSLની મદદ લઇ તપાસ કરાઇ હતી. તેમજ બંનેની ક્રોસ પૂછપરછ કરતા ઘટનાનો વળાંક આવ્યો હતો.

    આ પણ વાંચોઃ-બહુચરાજી મંદિર હસ્તકની ધર્મશાળાના રૂમમાં પ્રેમી પંખીડાનો કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ

    આ આખા મામલે પ્રેમિકાએ અંધ પ્રેમી સામે ફરિયાદ નોધાવી કે મે ઘરે જવાની જીદ પકડતા તેને પ્રથમ ચપ્પાના ઘા મારી અને મને કેરોશીન છાંટી સળગાવી મને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બહુચરાજી પોલીસે પ્રેમિકાના શરીર ઉપર ચપ્પાના ઘા તેમજ રૂમમાં મળી આવેલા કેરોસીનની બોટલ તેમજ અન્ય પુરાવા એકત્રિત કરી હત્યા તેમજ આત્મહત્યા એ બે ગુના નોધી વધુ તપાસ હાથ ધરી છે.

    આ બે પ્રેમી પંખીડામા બંને પરણિત છે. આ કેશમાં પ્રેમીની આ પ્રેમિકા સિવાય અન્ય ત્રણ મહિલાઓ પણ પોતાની પ્રેમ જાળમાં ફસાવી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં પણ ખુલ્યું છે. ત્યારે હાલમા તો બંને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime Story, Love birds, ગુજરાત, મહેસાણા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन